બ્રિડેનની એજન્સી સમીક્ષા ટીમમાં ૨૦ ભારતીયોનો સમાવેશ
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ચુંટાયેલા બ્રિડેને ૨૦ જાન્યુઆરીએ સુચિત પદગ્રહણ પૂર્વે રચાયેલી એજન્સી સમીક્ષા ટીમોમાં ૨૦થી વધુ ભારતીયોને સ્થાન આપ્યું છે આમાંથી ત્રણને તેમની ટીમનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે આ ટીમોનું કામ યુએસમાં ૧૧૫થી વધુ એજન્સીઓના કામકાજનું મૂલ્યાંકન કરવાનું છે તેના આધારે બ્રિડેનનો નવો વહીવટ ટ્રાન્સફર કરવામાં આવશે જે સભ્યો જવાબદારી સંભાળી રહ્યાં છે તેઓનો દાવો છે કે આ ટીમોના સભ્યોમાં આ વખતે જેટલી વિવિધતા છે તેટલી કયારેય ન હતી.
આ સભ્યોમાંથી અડધી મહિલાઓ છે જયારે અશ્વેત અને એલજીબીટીકયુનો પણ સમાવેશ થાય છે દેશની સંઘીય એજન્સીઓમાં આ લોકોની સંખ્યા અત્યાર સુધીમાં ખુબ ઓછી છે તેમનો હેતુ બ્રિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પહેલા દિવસથી ગોઠવાયેલી ગોઠવણીનો છે. તેમની ટીમોનું નેતૃત્વ કરનારા ભારતીયોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અરૂણ મજુમદારનો સમાવેશ છે.જેમને ઉર્જા વિભાગની સમીક્ષા ટીમની જવાબદારી મળી છે.
રાષ્ટ્રીય ડ્ગ નિયંત્રણ નીતિ કચેરીનું નેતૃત્વ રાહુલ ગુપ્તા કરશે ખાનગી મેનેજમેન્ટની કચેરીનું સંચાલન કિરણ આહુજા કરશે આ ઉપરાંત પુનીત તલવાર,પવ સિંહ અરૂણ વેંકટારમણ,પ્રવીણ રાધવન, આત્મન દ્વિવેદી શીતલ શાહ આર રમેશ,રામા ઝકરીયા, શુભાશ્રી રામાનાથન રાજ દે સીમા નંદા, રાજ નાયક રીના અગ્રવાલ સત્ય ખન્ના ભવ્ય લાલ દિલપ્રીત સિંધુ દિવ્યા કુમારી કુમાર ચંદ્રન અનીશ ચોપરાને વિવિધ ટીમોના સભ્ય બનાવવામાં આવ્યા છે.
ભારતીય અમેરિકન કેશ પટેલની યુએસના નવી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક કરવામાં આવી છે અમેરિકાના કાર્યકારી સચિવ ક્રિસ મિલર દ્વારા ૩૯ વર્ષીય કૈષાના નામની ભલામણ પેન્ટાગોનને કરી હતી.પટેલ જેન સ્ટુઅર્ટનું સ્થાન લેશે.જેમણે તાજેતરમાં રાજીનામુ આપ્યું હતું. કેશ પટેલ અગાઉ સુરક્ષા પરિષદના સ્ટાફમાં હતાં તેમના પૂર્વજાે ગુજરાતના વતની હતી.HS