નડિયાદ બસસ્ટેન્ડ નજીક જાહેર માર્ગ પર વેપારીઓએ દુકાનની બહાર મંડપનું દબાણ
નડિયાદમાં દિવાળીની ઘરાકી ખુલી ગઈ છે . જો કે ઘણાં વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા પોતાની દુકાન બહાર સજાવટરૂપે મંડપ બાંધી દબાણ કરતાં રસ્તાઓ સાંકળા બન્યાં છે . અને ટ્રાફિકની સમસ્યા વિકટ બની ગઈ છે . જેના કારણે પ્રજાને અવરજવર કરવામાં ખુબ જ તકલીફ પડે છે . દિવાળી ટાણે વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આવા દબાણો દુર કરવામાં આવે તેવી જાગૃતપ્રજાની માંગ ઉઠી છે .
નડિયાદ શહેરમાં મુખ્ય રસ્તાઓ બસસ્ટેનથી સંતરામ તેમજ બસસ્ટેન્ડની પાછળના વિસ્તારમાં કે જ્યાંથી આખો દિવસ વાહનોની અવરજવર ખુબ જ હોય છે . આવા ભીડભાડવાળા રસ્તા પર ઘણાં વેપારીઓએ પોતાની દુકાનની બહાર ગ્રાહકોને આકર્ષવા માટે મંડપ બાંધી સજાવટ કરી છે .
જેથી અહીંયા નવી દુકાન છે અને તેમાં વિવિધ ઓફરો દ્વારા માલ વેચવામાં આવે છે . તેવી જાહેરાતો જોઈને ગ્રાહકો આકર્ષાય તે માટે રસ્તાને દબાવીને દબાણ કરી દીધું છે . છેલ્લાં ઘણાં દિવસથી આવા દબાણ કર્યા છે . છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરાતા નથી તેમજ પોલીસ પણ આ બાબતે આંખ આડા કાન કરે છે . જેથી વેપારીઓ બિંદાસ બન્યાં છે . નડિયાદના રસ્તાઓ ને દબાવીને મંડપ બાંધી પોતાની જાહેરાતો કરવા જે દબાણ કર્યા છે
તે બાબતે પાલિકાએ જાગવુ જોઈએ . આમ રસ્તાઓ પર જાહેરાતના બોર્ડ લગાવનાર પાસેથી પાલિકા નાણાં વસુલ કરે છે . તો પછી આવા લોકો પાસેથી કેમ નહી . જો કે આ લોકોએ કરેલા દબાણ પ્રજા માટે અડચણરૂપ બન્યાં છે . છતાં પાલિકા આ મુદ્દે આંખ આડા કાન કરી રહી છે . નડિયાદની પ્રજા કહે છે કે જે વેપારીઓએ આવા દબાણો કર્યા છે . તે વેપારીઓના દબાણો તાત્કાલિક ધોરણે દુર કરવા જોઈએ . અને રસ્તો ખુલ્લો કરવો જોઈએ . આમેય દિવાળીના તહેવારોમાં પ્રજાની ભીડભાડ હોય છે ત્યારે આવા દબાણો ખુબ જ નુકશાનકારક બની ગયાં છે .