સાત ઓગસ્ટે વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર કલમ 370ને હટાવવાનો અને લદ્દાખને અલગ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. આ જાહેરાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓગસ્ટે દરેક પાર્ટી મીટિંગ બોલાવી છે. આ દિવસે વડાપ્રધાન એનડીએ સાંસદો અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. ત્યારપછી વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરશે. માનવામાં આવે છે કે, મોદી સાત ઓગસ્ટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાશ, આસામ સહિત મોટાભાગના રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.
જમ્મુ-કાશ્મીર વિશે મોદી સરકારે ઐતિહાસીક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના નિર્ણય પછી હવે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે. કેન્દ્રના નિર્ણય પછી હવે બંધારણમાં કલમ 370નો પ્રભાવ ઓછો થઈ ગયો છે. આ કલમ દ્વારા મળતા અમુક ખાસ ફાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને પણ જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધું છે. એટલે કે હવે લદ્દાખ પણ એક અલગ રાજ્ય બનશે.