દિવાળી પહેલા પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું : 2 જવાન શહીદ
પાકિસ્તાન સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના કમલકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર સંધર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. અને સીઝફાયર કરતા 3 નાગરિકોની મોત થઇ છે. સાથે જ ભારતીય સેનાના 2 જવાન પણ શહીદ થયા છે. અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા મોર્ટાર નાખવામાં આવી રહ્યા છે. અને અન્ય હથિયારોથી પણ ગોળીબારી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે આ કારણે એક સામાન્ય નાગરિક મોત થઇ છે તથા બે જવાનો પણ શહીદ થયા છે. અધિકારીએ કહ્યું કે ઉરીના કમલકોટ સેક્ટર સિવાય અન્ય બે સ્થાનો પર સંધર્ષ વિામના ઉલ્લંઘનની સૂચના મળી છે. આ સ્થાનો પર બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ઇઝમર્ગ અને કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સીઝફાયરની ઘટના બની છે.
એક રક્ષા પ્રવક્તાએ કહ્યું કે સેનાએ ધૂસણખોરીના આ પ્રયાસને ફેલ કર્યો છે. કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંધર્ષ વિરામનું ઉલ્લંધન કરી ધૂસણખોરી માટે મદદ કરવામાં આવી રહી હતી. શ્રીનગર સ્થિત રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે અગ્રીમ ચોકી પર આજે અમારા સૈનિકોએ સંદિગ્ધ ગતિવિધિઓ જોઇ. સર્તક સૈનિકોએ સંદિગ્ધ ધૂસણખોરીના પ્રયાસોને નાકામ કરી.
તેમણે કહ્યું કે ધૂસણખોરીના પ્રયાસોની સાથે જ પાકિસ્તાનમાં કોઇ પણ પ્રકારના ઉશ્કેરણીની ન કરવા છતાં સંધર્ષ વિરામનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. કર્નલ કાલિયાએ કહ્યું કે તેમણે મોર્ટાર અને અન્ય હથિયારોથી ગોળીબારી કરી. જેનો ઉચિત જવાબ આપવામાં આવ્યો છે. એક સપ્તાહની અંદર ધૂસણખોરીની આ બીજો પ્રયાસ છે. આ પહેલા 7-8 નવેમ્બરે મધ્યરાત્રી માછિલ સેક્ટરમાં ધૂસણખોરીનો અસફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આતંકીને મારવામાં આવ્યા હતા.
આ અભિયાનમાં સેનાના એક કેપ્ટન અને બીએસએફના એક જવાન સહિત ત્રણ સૈનિક શહીદ થયા હતા. પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેના પાકિસ્તાન દ્વારા જમ્મપ કાશ્મીરમાં આતંકવાદી ધૂસણખોરી કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.