દિલ્હીમાં આગામી સાતથી દસ દિવસમાં કોરોના પર અંકુશ આવી જશે: કેજરીવાલ
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પત્રકાર પરિષદમાં દિલ્હીમાં વધતા પ્રદુષણ અને કોરોનાના કેસ અંગે વાત કરી હતી.તેમણે કહ્યું કે આપણે ગત અનેક વર્ષોથી જાેયું છે કે ઓકટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહીનામાં દિલ્હીમાં પ્રદુષણ વધી જાય છે જેનું મોટું કારણ પરાલીને સળગાવવાનું છે.
તેમણે આગળ કહ્યું કે દિલ્હીના આ સમયે કોરોનાના મામલા પણ વધી રહ્યાં છે આગામી સાતથી દસ દિવસમાં કોરોના નિયંત્રણમાં આવી જશે તેના વધવાનું એક મોટું કારણે પ્રદુષણ છે.જાે પ્રદુષણ અટકી જાય તો કોરોના પણ ખુબ હદ સુધી નિયંત્રણમાં આવી જશે કેજરીવાલે કહ્યું કે અમે રાજધાનીમાં વધી રહેલ કોરોનાના મામલા પર પુરી રીતે ધ્યાન આપી રહ્યાં છીએ અને અમે દરેક તે પગલા ઉઠાવી રહ્યાં છીએ જે સંક્રમણ રોકવા માટે જરૂરી છે.
તેમણે કહ્યું કે દેશની કૃષિ અગ્રણી સંસ્થાનોમાંથી એક પુસા ઇસ્ટીટયુટે પરાલીને સળગાવ્યા વિના તેમાંથી ખાતર બનાવવાની પધ્ધતિ શોધી લીધી છે તેની આ નવી શોખને દિલ્હીસરકાર આગળ વધારી રહી છે અમે ૧૩ ઓકટોબરે દિલ્હીની કૃષિ યોગ્ય ભૂમિ પર પુસા ઇસ્ટીટયુટ દ્વારા બનાવવામાં આવેલ કેમિકલનો છટકાવ કરાવ્યો તેના સારા પરિણામ આવ્યા છે.
લગભગ ૨૦ દિવસ બાદ દિલ્હીના ૨૪ ગામોથી રિપોર્ટ આવ્યા છે કે પરાલી પર કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યાં તે ખાતરમાં બદલાઇ ગયું છે આ પરિણામ ખુબ ઉત્સાહજનક છે અને હવે કેન્દ્રથી લઇ રાજય સરકારો સુધીને નિર્ણય કરવાનો છે કે ગત વર્ષોની જેમ આગળ પણ પરાલી સળગતી રહેશે કે પછી કેમિકલનો છંટકાવ કરવામાં આવશે કેજરીવાલેકરહ્યું કે આ ખુબ જ સસ્તુ કેમિકલ છે ૩૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી તેનો ઉપયોગ થાય છે કેજરીવાલે આ રિપોર્ટ લઇ એક કવાલિટી કમીશનની સમક્ષ અરજી દાખલ કરનાર છે જેથી પરાલી પર તેના છંટકાવ પર તેનો ઉપયોગ થાય.
મુખ્યમંત્રીએ એકવાર ફરી દિલ્હીવાસીઓને અપીલ કરી કે દિવાળીના દિવસે સાંજે ૭.૩૯ કલાકે પોતાની ટીવી ખોલી એક સાથે પુજન કરવામાં આવે કેજરીવાલે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેનાથી એક સકારાત્મક ઉર્જાનું સંચાર થશે જે કોરોના અને પ્રદુષણ જેવી અન્ય સમસ્યાઓથી લડવામાં મદદગાર સાબિત થશે.HS