ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૫ હજાર નવા કેસ સામે આવ્યા
નવીદિલ્હી, ભારતમાં દરેક દિવસે લગભગ ૫૦ હજાર નવા કેસો સામે આવી રહ્યાં છે સારી વાત એ છે કે લગભગ એટલા જ કોરોનાથી ઠીક પણ થઇ રહ્યાં છે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૪,૮૭૯ નવા કેસ સામે આવ્યા છે જયારે ૫૪૭ લોકો કોરોનાથી જીંદગીનો જંગ હારી ગયા છે ભારતમાં કોરોનાના કુલ મામલા વધીને ૮૭ લાખ ૨૮ હજાર થઇ ગયા છે જયારે અત્યાર સુધી એક લાખ ૨૮ હજાર ૬૬૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કુલ એકિટવ કેસ ઘટીને પાંચ લાખથી પણ ઓછા પર આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એકિટવ કેસની સંખ્યામાં ૪૭૪૭નો ઘટાડો આવ્યો છે.
દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ ૮૧ લાખ ૧૫ હજાર લોકોએ કોરોનાને પરાજય આપ્યોૌ ગત ૨૪ કલાકમાં ૪૯,૦૭૯ દર્દી કોરોનાથી ઠીક થઇ ગયા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના અનુસાર દેશમાં ૧૨ નવેમ્બર સુધી કોરોના વાયરસના કુલ ૧૨ કરોડ ૩૧ લાખ સેપલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ૧૧ લાખ સેંપલ ગઇકાલે ટેસ્ટ કરાયા ભારતમાં પ્રતિદિન ૧૫લાખ ટેસ્ટ કરવાની ક્ષમતાની સાથે છેલ્લા ૬ અઠવાડીયામાં પ્રતિદિન સરેરાશ ૧૧ લાખથી વધુ ટેસ્ટ કરાવવામાં આવ્યા.
મહારાષ્ટ્ર કર્ણાટક કેરલ આંધ્રપ્રદેશ તમિલનાડુમાં કોરોના વાયરસના એકિટવ કેસ મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધુ છે રાહતની વાત છે કે મૃત્યુ દર અને એકિટવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાવાઇ રહ્યો છે.આ સાથે જ ભારતમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે હાલ દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૪૮ ટકા છે જયારે રિકવરી રેટ ૯૩ ટકા છે.૧૪ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મૃત્યુ દર એક ટકાથી પણ ઓછો છે.
સૌથી વધુ એકિટવ કેસ મહારાષ્ટ્રમાં છે એકિટવ કેસ મામલામાં દુનિયામાં ભારતનું બીજુ સ્થાન છે કોરોના સંક્રમિતોનીસંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો સૌથી પ્રભાવિત બીજો દેશ છે રિકવરી દુનિયામાં સૌથી વધુ ભારતમાં થઇ છે મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.HS