Western Times News

Gujarati News

ભારત પહેલીવાર એસસીઓ સંમેલનની મેજબાની કરશે,પાકને આમંત્રણ

નવીદિલ્હી, ભારત પહેલીવાર ૩૦ નવેમ્બરે યોજાનાર શંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની વર્ચુઅલ સંમેલનની મેજબાની કરનાર છે.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સંમેલન માટે પાકિસ્તાન સહિત તમામ આઠ સભ્ય દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન ૨૦૧૭માં એસસીઓના સ્થાયી સભ્ય બન્યા હતાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત એસસીઓમાં રશિયા ચીન કઝાખિસ્તાન કિર્ગિસ્તાન તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે મેજબાન હોવાને કારણે અમે આઠ એસસીઓ સભ્યોને આમંત્રણ મોકલ્યું છે આ સાથે ચાર નીરીક્ષક દેશો એસસીઓ મહામંત્રી અને એસસીઓ આરએટીએસ નિદેશકને પણ આમંત્રણ મોકલ્યું છે.

રશિયાએ ભારતની આ વાતને સમર્થન કર્યું કે પાકિસ્તાનને શંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ)માં ચર્ચા દરમિયાન કાશ્મીર જેવા દ્વિપક્ષીય મુદ્દાને લાવવો જાેઇએ નહીં તેણે કહ્યું કે આમ કરવું સમૂહના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના ડિઝીટલ શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં મંગળવારે સમૂહના આધારભૂત સિધ્ધાંતો ભંગ કરી એસસીઓમાં દ્વિપક્ષીય મુદ્દાને બિનજરૂરી રીતે લાવવાના વારંવાર પ્રયાસ કરનારા પર પ્રહારો કર્યા હતાં મોદીની આ ટીપ્પણીને એસસીઓમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસના સંદર્ભમાં જાેવામાં આવી હતી.

રશિયા મિશનના ઉપપ્રમુખ રોમન બાબુશ્કિલે પત્રકાર પરિષદમાં કહ્યું કે આ એસસીઓ ચાર્ટરનો હિસ્સો છે કે દ્વિપક્ષીય મુદ્દાને એસસીઓના એજન્ડમાં ન લાવવામાં આવે અને અમે આ તમામ સભ્ય દેશોને સ્પષ્ટ કરી દીધુ છે કે બહુપક્ષીય સહયોગની પ્રગતિ માટે તેનાથી બચવું જાેઇએ.

તેઓ એ સવાલનો જવાબ આપી રહ્યાં હતાં કે શું એસસીઓ અધ્યક્ષના રૂપમાં રશિયાએ પાકિસ્તાનની સમક્ષ સંબંધિત મુદ્દા ઉઠાવ્યા છે.બાબુશ્કિને કહ્યું કે જયાં સુધી ભારત પાકિસ્તાન વિવાદનો સંબંધ છે અમારી સ્થિતિમાં કોઇ પરિવર્તન થયું નથી અમને આશા છે કે આ રીતની ઘટના ન થાય.

સપ્ટેમ્બરના મધ્યમાં એસસીઓ સભ્ય રાષ્ટ્રોના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની ડિઝીટલ બેઠકથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ત્યારે બહિર્ગમ કર્યું હતું જયારે પાકિસ્તાની પ્રતિનિધિએ એવું નકસો રજુ કર્યો જેમાં કાશ્મીરને ખોટી રીતે બતાવવામાં આવ્યું હતું નવી દિલ્હીએ બેઠકના નિયમોનો ખુલ્લો ભંગ કરવાને લઇ પાકિસ્તાનની ટીકા કરી હતી.

ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જાપાનના ચતુર્પક્ષીય ગઠબંધન કવાડની બાબતમાં પુછવા પર બાબુશ્કિને કહ્યું કે હિન્દ અને પ્રશાંત મહાસાગરોમાં સમાવેશી સમુદ્રી સહયોગને પ્રોત્સાહન આપવાની નવીદિલ્હીના ઇરાદાની બાબતમાં રશિયાને કોઇ શંકા નથી તેમણે એ પણ કહ્યું કે ભારત અને યુરેશિયાઇ આર્થિક સંધની વચ્ચે પ્રસ્તાવિત મુકત વ્યાપાર સમજૂતિ પર વાતચીત સંતોષજનક રીતે આગળ વધી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.