ઇમરાન ખાને જેલના બાથરૂમમાં હિડન કેમેરા લગાવ્યા હતાં: મરિયમ
કરાંચી, પાકિસ્તાનની રાજનીતિમાં હાલના દિવસોમાં હોબાળો મચી ગયો છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની દીકરી મરિયમ નવાજ શરીફે અમરાન ખાન પર એક પછી એક ગંભીર આરોપ લગાવી રહી છે.હવે મરિયમે કહ્યું છે કે ઇમરાન ખાન તેમનાથી એટલા બધા ડરી ગયા હતાં કે તેઓએ જેલના એક સેલના બાથરૂમમાં હિડન કેમેરા લગાવી દીધા હતાં જયાં તેમને રાખવામાં આવ્યા હતાં મરિયને ઇમરાન ખાનની સરકારને મહિલા વિરોધી ગણાવી એ યાદ રહે કે મરિયમ નવાજની ગયા વર્ષે ચૌધરી શુગર મિલ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી ઉર્દૂને આપેલ મુલાકાતમાં મરિયને કહ્યું કે હું બેવાર જેલ ગઇ છું મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેના વિષે જણાવવા લાગીશ તો અહીની સરકાર અને અધિકારી મોં બતાવવા લાયક નહીં રહે કોઇ પણ મહિલા જે પાકિસ્તાન કે પછી કયાંય પણ હોય તે નબળી નથી આજે સંધર્ષ કરી રહી છું તેથી હું એ નથી દર્શાવવા માંગતી કે હું પ્રભાવિત હતી હું તેને લઇને રડવા નથી માંગતી કે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો પરંતુ હું એ સત્યચોક્કસ દુનિયા સામે લાવવા માંગુ છું કે જેલોમાં મહિલાઓની સ્થિતિ શું છે.
મરિયન નવાજે ઇમરાન ખાનની સરકાર પર જાેરદાર હુમલો કરતા વધુમાં કહ્યું કે જાે મરિયમ નવાજનો દરજજાે તોડી શકાય છે જાે સત્ય બોલવા માટે તેમના પિતાની સામે ધરપકડ કરવામાં આવે છે જાે જેલના સેલના બાથરૂમમાં કેમેરો લગાવી શકાય છે અને અંગત રીતે હુમલા કરવામાં આવી શકે છે.ગત મહિને પાકિસ્તાનમાં ઇમરાન સરકારની વિરૂધ્ધ વિપક્ષે કરાચીમાં રેલી આયોજિત કરી હતી આ રેલીમાં સંયુકત રીતે ૧૧ વિપક્ષ પાર્ટીઓ સામેલ હતી અને હજારોની સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતાં.HS