અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી બી.આર.સી. ખાતે “પ્રારંભ ૨૦૧૯” ઓરીએન્ટેસન પ્રોગ્રામ યોજાયો
ગાંધીનગર, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રેસિડન્ટ શ્રી રિષભ જૈન અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આદિ જૈન દ્વારા શ્રી વિજયભાઈ રૂપાણીને તેઓના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુષ્ય ની શુભેચ્છા પાઠવી છે અને આપણું ગુજરાત રાજ્યએ આજે ભારત દેશમાં વ્યાપાર, ખેતી, ટેક્નોલોજી અને તમામ ક્ષેત્રે પ્રગતિ ના પંથે પહેલા નંબર પર છે તે વિશ્વ માં પણ સર્વોચ્ચ પ્રગતિ કરે પર આવે તેવી અંતઃકરણ થી શુભેચ્છા આપી છે.
આજના આ શુભ અવસર પર, જયારે ઉત્સવનું માહોલ સમર્ગ રાજ્યમાં છે, ત્યારે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરની અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી બી.આર.સી. ખાતે “પ્રારંભ ૨૦૧૯” ઓરીએન્ટેસન પ્રોગ્રામ તારીખ 2 ઓગસ્ટના રોજ સવારે ૧૦ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 90 જેટલા બી.ફાર્મના વિધાર્થોઓએ હાજરી આપી હતી. ડો. દિવ્યકાન્ત પટેલના માર્ગ- દર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ ને વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને ગ્લોબલ વોર્મિંગ ની અસરો ને ઘટાડવા વૃક્ષો ખાસ ભાગ ભજવે છે તે અંગે જાણકારી આપી હતી.
દેશ માં આવનારા વર્ષો માં વરસાદ ની તંગી ના આવે અને ખેતીવાડી અને જનજીવન ને પાણી ની ઘટ ના પડે તે માટે વૃક્ષો વધારે વાવીને તેઓનું જતન કરી ને અને પાણી નો બગાડ અટકાવવા બાબતે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.
જેમાં વિધાર્થીઓંને પ્રેરણા આપવા અતિથી વિશેષ તરીકે શ્રી. કાર્તિક વિકાણી , (ડાયરેક્ટર ઓંફ ઓમ રીસચૅ. લેબોરેટરી,,અમદાવાદ) રીયલ લાઈફ ઉદાહરણ તથા વિધાર્થીઓને ભણવાની નવી પદ્ધતિઓ વિશે જાગૃત કર્યા હતા. અરીહંત સ્કુલ ઓંફ ફાર્મસી એન્ડ બી.આર.આઈ ના પ્રિન્સિપાલ ડો. રાગીન શાહે કોલેજ વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. અને વાઇસ પ્રિન્સીપાલ ડૉ.ઉપેન્દ્ર પટેલે ફાર્મસી શું છે અને કેવી કેવી તકો છે તે વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત બી.ફાર્મ અને એમ.ફાર્મના ટોપર્સને ઈનામથી સમ્માનિત કર્યા હતા તે સાથે સાથે યુનીવર્સીટીના ચેરમેન શ્રી રિષભભાઈ જૈન દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારત દેશ ની સૌ પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે, જેમાં રોજિંદા ભણતર ની સાથે સાથે વિદ્યાર્થીઓ ને એન્ટ્રેપ્રેનુંરશીપ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, બિઝનેસ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવે છે. આ યુનિવર્સિટી માં ડિપ્લોમા અને ડિગ્રીઅભ્યાસક્રમો અલગ અલગ શાખાઓ જેમ કે એન્જિનિરીંગ, ડિઝાઇન, સાયન્સ, હોમીયોપેથી, ફિઝિયોથેરપી, નર્સિંગ, કૉમેર્સ એન્ડ મૅનેજમેન્ટ માં ચાલી રહ્યા છે.
યુનિવર્સિટી એ તેના બે વર્ષ ના સમય દરમ્યાન વિવિધ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે. ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ સ્ટાર્ટઅપ પર અત્યારે પોતાના પ્રોજેક્ટસ બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ને ૧૦૦% રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ની કંપનીઓ માં પ્લેસમેન્ટ મેળવ્યું છે. ૦૪ આઈડિયા ને સ્ટાર્ટઅપ માટે પેટન્ટ કરાવેલઆ છે. યુનિવર્સિટી માં વિવિધ નિષ્ણાતો ના લેકચર્સ, ઇન્ડુસટ્રી વિઝિટ, અદ્યતન તકનીકી પર વર્કશોપ નિયમિત ધોરણે કરવામાં આવે છે જેથી વિદ્યાર્થી ને પ્રેક્ટિકલ જ્ઞાન મળે અને તેઓ આજના ઇન્ડુસટ્રી માં ચાલતા ટ્રેન્ડ થી વાકેફ રહે. વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી અને નવીન ડ્રો યોર ડ્રીમ્સ, સ્પીકર ફોરમ જેવી વાર્ષિક પ્રવૃતિઓ યોજવા માં આવે છે.
છેલ્લા બે વર્ષ થી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી આઈઆઈએમ – અમદાબાદ કેઓસ ની સાથે જોડાઈ ને સ્વર્ણિમ એન્ટ્રેપ્રેનેર અંતર્ગત રૂપિયા એક લાખ નું ઇનામ વિજેતા ને આપે છે કે જેમાં હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે દેશ ભર માંથી આ સ્પર્ધામાં ભાગ લે છે.
ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DAIICT) ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષા ની સિનેપ્સ ૨૦૧૯ માં ઇન્ક સ્પર્ધામાં અંતિમ તબ્બકા માં ૨૦ ટીમો પસંદગી પામી હતી અને તેમાં થી કુલ ૦૪ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ બધા જ ૦૪ ઇનામો સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર ની ટીમ ના વિદ્યાર્થીઓ ને મળ્યા હતા. તેઓ એ આ ઇવેન્ટ ના તમામ ઇનામો જીતી ને યુનિવર્સિટી ને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હતું. તાજેતર માં સ્કૂલ ઓફ સાયન્સ ના વિદ્યાર્થી માટે ઇન્ડુસટ્રી સમીક્ષા પાર એક્સપર્ટ વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓ એ ૨૦ જેટલી અલગ અલગ જેમ કે ઑટોમોબાઇલ, કૃષિ, સોલાર પાવર, મીડિયા, ફાર્માસ્યુટિકલ જેવી ઇન્ડુસટ્રી પાર રિસર્ચ કરી ને પ્રેસેંટેશન આપ્યું હતું.
યુનિવર્સિટી તરફ થી વિદ્યાર્થી ને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર પ્રોત્સહન આપવા માટે નાણાકીય સહાય, ઇન્ક્યુબેશન સપોર્ટ, નિષ્ણાતો ઘ્વારા માહિતી, ઇન્ડુસટ્રી સાથે નો પરિચય વિગેરે આપવામ આવે છે.