એલએન્ડટીએ ગગનયાન અભિયાન માટે ભારતનું પ્રથમ લોંચ હાર્ડવેર પ્રદાન કર્યું
ઇસરોના અધ્યક્ષે દેશ માટે દિવાળીની ભેટ ગણાવ્યું
મુંબઈ, : ભારતની અગ્રણી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ, ઉત્પાદન, સંરક્ષણ અને સેવા ઉદ્યોગમાં કાર્યરત જૂથ લાર્સન એન્ડ ટૂબ્રોએ ઇસરોને નિર્ધારિત સમય અગાઉ ગગનયાન લોંચ વ્હિકલ માટે બૂસ્ટર સેગમેન્ટ પ્રથમ હાર્ડવેર પ્રદાન કર્યું છે. આ હાર્ડવર વર્ચ્યુઅલ ફ્લેગ-ઓફ સેરેમેનીમાં સુપરત કરવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ ડો. કે સિવાને કરી હતી.
કોવિડ-19ને પગલે લાગુ નિયંત્રણો લાગુ હોવા છતાં વિશ્વના ત્રીજા સૌથી મોટા સોલિડ પ્રોપેલ્લન્ટ રોકેટ બૂસ્ટરના મિડલ સેગમેન્ટ ‘S-200’ ઝીરો-ખામીઓ સાથે નિર્ધારિત સમય અગાઉ સુપરત કરવામાં આવ્યું છે. આ સેગમેન્ટનું નિર્માણ એલએન્ડટીના પવઈ એરોસ્પેસ ઉત્પાદન સુવિધામાં થયું હતું, જે ભારતના પ્રથમ સમાનવ અભિયાન માટે સંવર્ધિત ગુણવત્તા અને સમયમર્યાદાની જરૂરિયાતો પૂર્ણ કરે છે.
એલએન્ડટી ઇસરોના હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ (HSFP) માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. લગભગ પાંચ દાયકાથી ઇસરોના વિશ્વસનિય પાર્ટનર તરીકે એલએન્ડટી ઇસરોના દરેક અભિયાન માટે હાર્ડવેરની રેન્જનું નિર્માણ કરવામાં સંકળાયેલું છે, જેમાં પ્રતિષ્ઠિત ચંદ્રાયાન અને મંગલયાન અભિયાનો સામેલ છે.
3.2 મીટરનો ડાયામીટર, 8.5 મીટરની લંબાઈ અને 5.5 ટનનું વજન ધરાવતા મહત્ત્વપૂર્ણ બૂસ્ટર સેગમેન્ટને વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ઇસરોના ચેરમેન અને અંતરિક્ષ વિભાગના સચિવ ડો. કે સિવાન તથા એલએન્ડટી બોર્ડના સભ્ય અને હોલ-ટાઇમ ડાયરેક્ટર શ્રી જયંત પાટિલે સંયુક્તપણે લીલી ઝંડી આપી હતી.
આ સમારંભમાં વીએસએસસીના ડાયરેક્ટર ડો. એસ. સોમનાથ, ડીએચએસપીના ડાયરેક્ટર વી આર લલિતામ્બિકા અને એચએસએફસીના ડાયરેક્ટર ડો. એસ ઉન્નિક્રિષ્નન, ઇસરોની પ્રયોગશાળાઓના વૈજ્ઞાનિકો અને લાર્સન એન્ડ ટૂબ્રોના અધિકારીઓ સામેલ થયા હતા.
આ પ્રથમ ડિલિવરીને દિવાળીની ભવ્ય ભેટ ગણાવતા ઇસરોના અધ્યક્ષ ડો. કે સિવાને ઇસરો અને એલએન્ડટીની ટીમને અભિનંદન આપતાં કહ્યું હતું કે, “જ્યારે બંને ટીમોએ નિર્ધારિત સમય અગાઉ ફ્લાઇટ હાર્ડવેર પર સતત કામ કર્યું છે, ત્યારે હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન માટે જરૂરી ઉચ્ચ ગુણવત્તાના ધારાધોરણો જાળવી રાખ્યાં છે.”
એલએન્ડટીના હોલ-ટાઇમ ડાયરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજીસ) શ્રી જે ડી પાટિલે કહ્યું હતું કે, “અમને આ અતિ મહત્ત્વપૂર્ણ સ્પેસ પ્રોગ્રામમાં ઇસરોના વિશ્વસનિય પાર્ટનર બનવાનું ગૌરવ છે,
જેમાં એલએન્ડટીના શ્રેષ્ઠ એન્જિનીયરો અને કુશળ લોકોએ ઇસરો સાથે ટેકનોલોજીકલ પડકારોને ઝીલ્યાં છે, જે એની પાંચ દાયકાથી પાર્ટનર છે. અમને વિશ્વાસ છે કે, ઇસરોના વિજ્ઞાનો, એલએન્ડટીના ઇજનેરો અને ટેકનિશિયનો સાથે સંયુક્તપણે દેશની આકાંક્ષાઓ પૂર્ણ કરશે.”
હ્યુમન સ્પેસ મિશનઃ GSLV Mk III લોંચર ઇસરોનું હેવી-લિફ્ટ લોંચર છે, જેને ગગનયાન મિશન માટે ઓળખ કરાયું છે, જે એની ઇચ્છિત એલિપ્ટિકલ ઓર્બિટમાં ઓર્બિટર મોડ્યુલ લોંચ કરવા માટે પર્યાપ્ત પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. S-200 આ લોંચ વ્હિકલ માટે સોલિડ પ્રોપેલ્લન્ટ બૂસ્ટર છે.