પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાતચીત
પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સેનેટર કમલા હેરિસને પણ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપી
નેતાઓએ ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી, સમાન મૂલ્યો અને સામાન્ય હિતો આગળ વધારવા માટે નજીકથી કામ કરવા સંમતિ આપી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા મહામહિમ જોસેફ આર. બાઇડેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા બાઇડેનને હાર્દિક અભિનંદન આપ્યા અને ચૂંટણીને અમેરિકાની લોકશાહી પરંપરાઓની તાકાત અને સ્થિતિસ્થાપકતાના વિધાન તરીકે વર્ણવી હતી.
પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સેનેટર કમલા હેરિસને પણ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપી.
પ્રધાનમંત્રીએ મહામહિમ જોસેફ આર. બાઇડેન સાથેની તેમની અગાઉની વાતચીતોને ખાસ કરીને 2014 અને 2016માં અમેરિકાની તેમની સત્તાવાર મુલાકાત, 2016ની મુલાકાત દરમિયાન મહામહિમ જોસેફ આર. બાઇડેનની અધ્યક્ષતામાં આયોજિત અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું, તે વાતોને યાદ કરી હતી
નેતાઓએ ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી, સમાન મૂલ્યો અને સામાન્ય હિતો આગળ વધારવા માટે નજીકથી કામ કરવા સંમતિ આપી. નેતાઓએ તેમની પ્રાધાન્યતા જેવી કે કોવિડ -19 રોગચાળો, પોષણક્ષમ રસીની સરળતાથી ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવું, હવામાન બદલાવને લગતા નિયંત્રણ અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી.