લોકસભાના મહા સચિવ – સેક્રેટરી જનરલ વડોદરાની મુલાકાતે
જિલ્લા કલેકટરશ્રીએ વડોદરા વિમાની મથકે લોકસભાના મહા સચિવશ્રીનું સ્વાગત કર્યું
વડોદરા (બુધવાર) જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા વિમાની મથકે ભારતની લોકસભાના મહા સચિવ – સેક્રેટરી જનરલ શ્રીમતી સ્નેહલતા શ્રીવાસ્તવને ઉષ્માભર્યો આવકાર આપવાની સાથે તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.તેમની સાથે લોકસભાના સચિવશ્રી ઉત્પલ કુમાર સિંઘને પણ આવકાર આપવામાં આવ્યો હતો.
બાદમાં, બંને મહાનુભાવો કેવડીયા જવા રવાના થયાં હતાં. યાદ રહે કે વર્તમાન નવેમ્બર મહિનામાં તા.૨૫ અને ૨૬ ના રોજ કેવડીયા ખાતે દેશના રાજ્યોની વિધાનસભાઓના અધ્યક્ષશ્રીઓની ૮૦ મી વાર્ષિક પરિષદ યોજવામાં આવી રહી છે.તેના અનુસંધાને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા ઉપરોક્ત બંને મહાનુભાવો કેવડિયાની મુલાકાતે આવ્યાં છે.