Covid19 ટેસ્ટિંગ કરાવવા માટે લાઇનો લાગી
અમદાવાદમાં ફરીથી કોરોના એ માથું ઊંચક્યું છે દિવાળીના તહેવારોમાં ઠંડી વધતા તેમજ પ્રદૂષણનું પ્રમાણ બધા જ કોરોના એ ફરીથી માથું ઊંચક્યું છે શહેરમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે.
હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે શહેરની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં કોરોના ના દર્દીઓને દાખલ કરવા નાગરિકોને દોડાદોડ કરવી પડે છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અખબાર નગર તેમજ પુરવામાં આવેલા બાપુનગર નિકોલ વિસ્તારોમાં સવારથી જ લોકો ટેસ્ટિંગ માટે લાઈનો માં ઉભા રહી જાય છે. તસવીરો જયેશ મોદી.