Western Times News

Gujarati News

કોરોનાનો કહેરઃ પાણીપુરીની લારીઓ મ્યુનિએ બંધ કરાવી

અમદાવાદ: ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૮૧ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ વધતા ૨૪ કલાકમાં ૨૨૦ કેસ નોંધાયા છે તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૪૫૭ થઈ છે. તહેવારોના કારણે રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તત્કાલ હરકતમાં આવ્યું છે અને નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી જાહેર કરી છે તેમજ પાણીપુરીની લારીઓ પણ બંધ કરાવી છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવાના શું ઉપાય કરી શકાય તે અંગે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

જેમાં અમદાવાદમાં હાલ ૯૧ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. જેમાંથી ૫ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૪ નવા વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં કોરોનાનુ સંક્રમણ વધતા આ ર્નિણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૨૪ કલાકમાં ૨૨૦ કેસ નોંધાયા છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે પગલા લીધા છે. આરોગ્ય વિભાગે વિવિધ ભીડભાડ ધરાવતા વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં. જેમાં પાણીપુરીની લારીઓ તેમજ બર્ગર કિંગ પણ બંધ કરવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે ખાણીપીણીના સ્ટોલની છૂટ આપી હતી પરંતુ તહેવારોના કારણે લોકોના ટોળેટોળા જામતા કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેને લઈને છસ્ઝ્રએ પગલા લીધા હતાં. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૯,૨૨૨ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૮૯,૧૩૬ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૮૬ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૨૪૫૭ એક્ટિવ કેસ છે. જેમાંથી ૮૩ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૨૩૭૪ની સ્થિતિ સ્ટેબલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.