મોડાસાના કોલેજ રોડ પર પેટ્રોલપંપના કર્મચારી પર ૫ યુવકો તૂટી પડ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં તોફાની તત્વો ની આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે જેમાં પેટ્રોલ પંપ પર મારામારી ની ઘટનાઓ વધી રહી છે જેમાં સોમવારની વહેલી સવારે મોડાસાના કોલેજ સામે આવેલ પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ બનતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓમાં ગભરાટ પ્રસર્યો હતો. પેટ્રોલપંપ કર્મચારી સાથે મારામારી કરતા ઘટનાના દ્રશ્યો સી.સી.ટીવીમાં કેદ થયા હતા.પેટ્રોલપંપના માલિકે આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવતા ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગના વિડીયોને આધારે ૫ હુમલાખોર યુવકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલેજ રોડ પર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ ઉપર મારામારી ઘટના બની હતી.જેમાં પાંચ અજાણ્યા તોફાની તત્વો સવારના 3.30 વાગે પેટ્રોલ નંખાવા માટે આવ્યા હતા.આ સમયે કર્મચારીને રૂ.107 નું પેટ્રોલ નાંખવાનું કહ્યુ હતું.જોકે કર્મચારી પાસે છુટા ત્રણ રૂપિયા ન હોઇ આ બાબતે રકઝક થઇ હતી અને ત્યારબાદ ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં અજાણ્યા વ્યક્તિઓએ કર્મચારીને છુટા હાથે માર માર્યો હતો. આ અંગે પેટ્રોલ પંપના માલિકે પોલીસ સ્ટેશન માં જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે