Western Times News

Gujarati News

પોરબંદર ખાતે ટેકનિકલ વેન્ડર બેઝ વર્કશોપનું આયોજન

INS સરદાર પટેલ ગુજરાત રાજ્યમાં ભારતીય નેવીનો ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (FOB) છે. પોરબંદર/ અન્ય બંદરો પર ભારતીય નેવલ પરિચાલન પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિની સાથે સાથે ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર પૂરો પાડવાની જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થઇ છે. ગુજરાત, દેશના મુખ્ય સમુદ્રકાંઠો ધરાવતા રાજ્યો પૈકી એક હોવાથી, અહીં જહાજ ઉદ્યોગ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે.

ગુજરાત નેવલ ક્ષેત્રની વિવિધ ટેકનિકલ સહકારની જરૂરિયાતોમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશથી, આ પ્રદેશમાં મજબૂત અને કાર્યદક્ષ વેન્ડર બેઝ તૈયાર કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને માટે એટલે કે, ભારતીય નેવી અને ખાનગી ક્ષેત્રો માટે “ફાયદાકારક” સ્થિતિ બની શકે છે તેમજ પ્રાદેશિક કંપનીઓ કે જેઓ પોરબંદરની મુલાકાતે આવતા ભારતીય નેવીના જહાજોને સમયસર અને જથ્થાબંધ ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માંગે છે તેમના માટે સંભવિત વ્યવસાયની તકો ઉભી કરે છે.

આ પ્રદેશમાં મજબૂત વેન્ડર બેઝ તૈયાર કરવાની દિશામાં, ભારતીય નેવીની ટેકનિકલ જરૂરિયાતો અને આ પ્રદેશમાં ઉપલબ્ધ ટેકનિકલ સમુદ્રી સુવિધાઓ વચ્ચેના અંતરાલ માટે સેતૂ તૈયાર કરવાની જરૂર છે. તદનુસાર, 20 નવેમ્બર 2020ના રોજ પોરબંદર ખાતે ‘ટેકનિકલ વેન્ડર વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ મહત્વાકાંક્ષી કંપનીઓને પોતાનો વ્યવસાય વધારવા માટે અને રાષ્ટ્રના ગૌરવપૂર્ણ સંરક્ષણ દળ સાથે જોડાવા માટે આ વર્કશોપમાં ઉપસ્થિત રહેવાનો આદર્શ મંચ પૂરો પાડે છે.

રસ ધરાવતી તમામ કંપનીઓને આ વેબ લિંક પર આપવામાં આવેલું ગૂગલ ફોર્મ ભરીને જમા કરાવવાની વિનંતી કરવામાં આવે છે – http://forms.gle/FhM3zcCTHF9cnYVx6


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.