કરજણ ડેમમાંથી ૧૩,૦૦૪ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમની સપાટી ૧૦૮.૭૬ મીટરે
રાજપીપલા, સોમવાર: નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાંથી ગઇકાલની જેમ આજે તા. ૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને સોમવારના રોજ બપોરે ૧:00 કલાકે કરજણ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ૧૩,૦૦૪ ક્યુસેક રહ્યો હતો. અને બપોરે ૧:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૦૮.૭૬ મીટરે રહેવા પામી હતી. આજે પણ ડેમના ૩ દરવાજા ૧ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં હોવાની જાણકારી કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી જે.ડી.વાઘેલા તરફથી પ્રાપ્ત થઇ છે.
તા. ૪ થી ઓગસ્ટ, ૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરજણ ડેમમાંથી પાણીનો આઉટફલો ૪૨, ૯૩૧ ક્યુસેક રહ્યો હતો અને ડેમના ૬ દરવાજા ૨.૪૦ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ ગઇકાલે બપોરે ૧:૦૦ કલાકે ડેમમાંથી પાણીનો આઉટફલો ૭૫, ૩૭૬ ક્યુસેક રહ્યો હતો અને ડેમના ૬ દરવાજા ૨.૮૦ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલાયા હતા, તેવી વિગતો પણ શ્રી જે.ડી.વાઘેલા તરફથી પ્રાપ્ત થઇ છે.