અમદાવાદ શહેરમાં રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી નાઇટ કરફયુ
અમદાવાદ: દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફયુ લાગુ કરવાની જરૂર પડી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફયુનું એલાન કરવામાં આવ્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
૧ ઓગષ્ટે અમદાવાદમાંથી કરફયુ હટાવાયો હતો જે બાદ હવે કેસો વધતા ફરીથી નાઇટ કરફયુ લાગુ કરવામાં આવ્યો છે હવે અહાઉની જેમ જ જાે રાત્રે તમે કરફયુના સમયગાળા દરમિયાન બહાર ફરતા દેખાશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે મેડિકલ સહિતની તમામ દુકાનો બંધ રહેશે
આ મામલે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ દુપ્તાએ પરિપત્ર બહાર પાડયો છે અને આગામી સુચના ન મળે ત્યાં સુધી આ કરફયુ લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે તેનો અર્થ હવે લાંબાસમય સુધી નાઇટ કરફયુ લાગુ પેડે તેવી સંભાવનાઓ છે.
અમદાવાદમાં સાડા ત્રણ મહિના પછી ફરીથી કરફયુ લાગુ કરવામાં આવ્યો છે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૪૦૦ બેડ ખાલી છે અને સરકારી હોસ્પિટલમાં ૨૨૩૭ બેડ લાખી છે અમદાવાદમાં વધુ ૨૦ એમ્બ્યુલન્સ ફાળવણી કરવામાં આવી છે કરફયુ દરમિયાન રિક્ષા અને ટેકસીઓ પણ બંધ રહેશે આ ઉપરાંત રાત્રી બજાર,રેસ્ટોરેન્ટ અને હોટલ,બસ સેવા થિએટર પાનના લગ્લા અને ચાની કિટલીઓ બંધ રહેશે
બીજીબાજુ ગુજરાતમાં ૨૩ નવેમ્બરથી સ્કુલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કુલો શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી ૨૩ નવેમ્બરે અપાયેલ શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.હવે અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરફયુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે
ત્યારે અમદાવાદમાં રાત્રે કરફયુ હોય તો સવારે સ્કુલો કેવી રીતે શરૂ કરી શકાય તે મોટો પ્રશ્ન છે. સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે