કોરોના વિસ્ફોટ બાદ ભીડવાળી જગ્યાઓ પર કાર્યવાહી કરવા ૧૪૦ ટીમો દ્વારા ચેકીંગ
અમદાવાદ: અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે જેને કારણે એએમસી હરકતમાં આવ્યું છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે ૧૪૦ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે એ યાદ રહે કે કોરોનાના કેસો વધતા ડો રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે ઉતારી દેવામાં આવપી છે.
દિવાળીમાં લોકોના ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેકટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે દિવાળીમાં લોકોને આર્થિક નુકસાન ન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી ન હતી હવે જાે ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે સંક્રમણ વધ્યુ છે
તો લોકો સહકાર આપે બુધવારે મણિનગર વિસ્તારમનાં આવેલ જાણિતી પારસી અગિયારી પાસેની પાણીપુરી કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી હતી.એસજી હાઇવે પર વાઇડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી હતી અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઇડલાઇન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાનો કહેર ફરીવાર થયો છે બુધવારના આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ ૨૨૦ નવા કેસ નોંધાયા હતાં
જયારે ૫ દર્દીઓના મોત નિપજયા છે.તેમજ કુલ ૨૨૧ દર્દીઓ સાજા થયા છે. ૧૭ નવેમ્બરની સાંજથી ૧૮ નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં ૨૦૭ અને જિલ્લામાં ૧૩ નવા કેસ નોંધાયા છે જયારે શહેરમાં ચાર દર્દીઓના અને જિલ્લામાં એક મોત થયું છે. જયારે શહેરમાં ૨૦૫ અને જિલ્લામાં ૧૬ દર્દીઓ સાજા થયા છે.આ સાથે શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટવ કેસનો આંકડો ૪૬,૦૨૩ થયો છે. જયારે ૪૦,૭૩૯ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુ આંક ૧,૯૪૯ થયો છે.