Western Times News

Gujarati News

દિલ્હીમાં સાત દિવસમાં કોરોનાથી ૭૧૫ લોકોના મોત નિપજયાં

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસના સતત વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. અહીં કોરોનાના ૭,૪૮૬ નવા મામલા સામે આવ્યા બાદ રાજધાનીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને પાંચ લાખને પાર થઇ ગઇ છે જયારે આ મહામારીથી બુધવારે રેકોર્ડ ૧૩૧ લોકોના મોત નિપજયા હતાં જયારે દિલ્હીમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે.

દિલ્હીમાં કોરોનાના સતત વધતી રહેલા મામલાને કારણે અહીંની મોટાભાગની હોસ્પિટલના આઇસીયુ બેડ ફુલ થઇ ચુકયા છે અહીં કોરોનાની સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છેકે એક દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ૬૬૩ નવા આઇસીયુના બેડ દિલ્હીની વિવિધ સરકારી હોસ્પિટલોમાં જાેડવામાં આવી રહ્યાં છે.કોરોનાની આ ભયાનકતા બાદ કેન્દ્રથી લઇ દિલ્હી સરકાર સુધી અનેક પગલા ઉઠાવી રહી છે.

દિલ્હીમાં ગત એક અઠવાડીયમાં આવેલ કોરોના મામલા પર ધ્યાન આપવામાં આવે તો અહીં ૧૨ નવેમ્બર એટલે કે ગત ગુરૂવારથી ૧૮ નવેમ્બર સુધી ૪૩ હજાર ૧૦૯ નવા મામલા આવી ચુકયા છે જયારે આ દરમિયાન ૭૧૫ લોકોના મોત નિપજયા છે. તારીખ વાર જાેઇએ તો આ અઠવાડીયામાં ૧૮ બુધવારે ૭,૪૮૬ કેસો આવ્યા છે જયારે ૧૩૧ના મોત નિપજયા છે.૧૭ તારીખે ૬૩૯૬ કેસની સામે ૯૯ મોત નિપજયા છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું છે કે દિલ્હી સરકાર કેન્દ્ર અને તમામ એજન્સીઓ રાષ્ટ્રીય પાટનગરમાં કોવિડ ૧૯ની સ્થિતિને નિયંત્રિત કરવા માટે બેગણો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને દિલ્હી સરકારને બજાર વાળા વિસ્તારોમાં લોકડાઉન લદાવવાનો અધિકાર આપવા માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે જે કોવિડ ૧૯ના હોટસ્પોટ બની શકે છે તેમણે કેન્દ્ર સરકારને આ ખુબ મુશ્કેલ સમયમાં દિલ્હીના લોકોની મદદ કરવા માટે આભાર માન્યો છે અને દિલ્હીવાસીઓને હાથ જાેડીને માસ્ક પહેરવા અને સામાજિક અંતર બનાવી રાખવાના નિયમનું પાલન કરવા વિનંતી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.