Western Times News

Gujarati News

અપોલો હોસ્પિટલ્સનું ટાટા ગ્રૂપ સાથે જોડાણ: કોવિડ ટેસ્ટિંગમાં ક્રાંતિકારી પગલું

Files Photo

અપોલો હોસ્પિટલ્સ અને ટાટાએમડી ચેકએ ભારતમાં કોવિડ-19 ટેસ્ટિંગ ઓફર કરવા પાર્ટનરશિપ કરી

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ 1 ડિસેમ્બરથી શરૂ થનાર અઠવાડિયાથી એનસીઆરમાં 10,000 ટેસ્ટ કરીને શરૂઆત કરશે ~

ટોચની ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઇડર અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ અને ટાટા ગ્રૂપના નવા હેલ્થકેર સાહસ ટાટા મેડિકલ એન્ડ ડાઇગ્નોસ્ટિક્સ (ટાટા એમડી)એ દેશભરમાં કોવિડ-19 માટે ટેસ્ટિંગ વધારવામાં મદદરૂપ થવા વિશ્વની પ્રથમ CRISPR Cas-9 આધારિત ડાઇગ્નોસ્ટિક ટેસ્ટ ટાટાએમડી ચેક પ્રસ્તુત કરવા જોડાણની જાહેરાત કરી છે.

અપોલો હોસ્પિટલ્સની પેટાકંપની અપોલો ડાઇગ્સનોસ્ટિક્સ ડિસેમ્બર, 2020ના પ્રથમ અઠવાડિયાથી નેશનલ કેપિટલ રિજન (NCR)માં ટાટાએમડી ચેક ઓફર કરશે અને ત્યારબાદ ટૂંક સમયમાં આ કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, અમદાવાદ અને પૂણે સહિત તમામ મુખ્ય કેન્દ્રોમાં શરૂ કરશે. પછી બીજા તબક્કામાં અન્ય શહેરોમાં શરૂ કરશે.

FELUDAનું પીઠબળ ધરાવતી ટાટાએમડી ચેક વિશ્વની પ્રથમ કોવિડ19 ડાઇગ્નોસ્ટિક ટેસ્ટ છે, જે ડીએનડી જિનોમ એડિટિંગ ટૂલ CRISPR Cas-9 પર આધારિત છે. FELUDA ડાઇગ્નોસ્ટિક ટેકનોલોજી પ્લેટફોર્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (CSIR- IGIB)એ વિકસાવ્યું છે.

ટાટાએમડી ચેકને ભારતીય તબીબી સંશોધન પરિષદ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ માન્યતા આપી છે. આ વાયરલ ડિટેક્શન ટેસ્ટ છે, જે અતિ સચોટ અને ઝડપી રિઝલ્ડ ટર્નએરાઉન્ડ ટાઇમ ધરાવે છે. અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ દેશમાં ટેસ્ટ અપનાવનાર પ્રથમ હેલ્થકેર સંસ્થા છે.

અપોલો હોસ્પિટલ્સ સાથે આ મહત્ત્વપૂર્ણ જોડાણ હેલ્થકેર સંસ્થાઓ સાથે સુસંગતતા સ્થાપિત કરવા ટાટાએમડી ચેકના પ્રયાસોને શરૂ કરશે, જેમાં હોસ્પિટલો, ડાઇગ્નોસ્ટિક ચેઇન્સ અને અન્ય હેલ્થકેર સુવિધાઓ સામેલ છે.

આગામી થોડા અઠવાડિયાઓ દરમિયાન અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ પ્રથમ તબક્કામાં આઠ હોસ્પિટલોમાં ટાટાએમડી ચેક ટેસ્ટિંગ ઉપલબ્ધ થાય એવી સુનિશ્ચિત કરશે તેમજ માગ અને અન્ય કેન્દ્રોમાં વિસ્તરણ માટેની જરૂરિયાત ને આધારે લોકેશન-મુજબ ક્વોન્ટિટી વધારવામાં આવશે.

આ તમામ શહેરોમાં પ્રાઇમરી કેર ક્લિનિક્સ અને ડાઇગ્નોસ્ટિક્સ લેબ અને અપોલો ડાઇગ્નોસ્ટિક્સના કલેક્શન સેન્ટર નેટવર્કને કલેક્શન, હોમ કલેક્શનને પણ સપોર્ટ કરશે તેમજ આ પહેલને ટેકો આપવા પરીક્ષણને ટેકો આપશે.

અપોલો હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દેશના 15 રાજ્યોમાં 100થી વધારે ક્લિનિક્સ, 75 પ્રયોગશાળાઓ અને 600થી વધારે કલેક્શન સેન્ટર ધરાવે છે.

દર્દીઓ સુધી પહોંચ અને એમની સુવિધા વધારવા જરૂરિયાત મુજબ એનો તબક્કાવાર ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે 2,50,000 કોવિડ પરીક્ષણો કર્યા છે અને કોવિડ-19 માટે 75,000થી વધારે દર્દીઓની સારવાર કરી છે.

ટાટા એમડી અપોલો હોસ્પિટલ્સ અને અપોલો ડાઇગ્નોસ્ટિક્સમાં મુખ્ય ડાઇગ્નોસ્ટિક્સ ક્લિનિશિયન્સ અને સ્ટાફને આગામી થોડા અઠવાડિયાઓમાં નવી ટેકનોલજી અને અસરકારક પરીક્ષણના નિયમો પર તાલીમ આપવામાં મદદરૂપ થશે. પોતાના સ્વાભાવિક ફાયદાઓ સાથે ટાટાએમડી ચેક ઝડપી પરિણામ આપવામાં અને ટેસ્ટિંગ વોલ્યુમમાં વધારો કરવામાં મદદરૂપ થાય એવી અપેક્ષા છે, કારણ કે લઘુતમ બેચ સાઇઝની મર્યાદા નથી.

સેન્સર્સ તેમજ એઆઈ-આધારિત પરિણામ મેળવવા અને વિશ્લેષણ ટૂલનો ઉપયોગ કરીને કિટ્સની ગુણવત્તાનું સતત નિયંત્રણ ઇમેજ-આધારિત પરિણામો સાથે પ્રયોગશાળાઓને મદદ કરશે, જેમાં નમૂનાઓ અને પરિણામો સંપૂર્ણપણે ટ્રેસ કરી શકાશે, જે કોઈ પણ જગ્યાએ સુલભ થશે. એટલે દર્દીઓને શ્રેષ્ઠ અનુભવ મળશે.

આ પહેલ પર અપોલો હોસ્પિટલ્સ (AHEL)ના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને અપોલો હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ (AHLL) મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “પરીક્ષણ કરવાના માધ્યમમાં ટાટા એમડી ચેકનો ઉમેરો દેશમાં આ રોગચાળળા સામેની લડાઈમાં હાલ ચાલુ પ્રયાસોને વેગ આપશે. અમે અપોલોમાં ટાટા ગ્રૂપ સાથે જોડાણ કરીને ખુશ છીએ, જે કોવિડ ટેસ્ટિંગ સેગમેન્ટમાં ક્રાંતિકારી પગલું બનવાની સંભવિતતા ધરાવે છે.

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ પથપ્રદર્શક પહેલો હાથ ધરવામાં, સારસંભાળ, પરીક્ષણ અને નિવારણ માટે નવી ટેકનોલોજીઓ સ્વીકારવામાં હંમેશા મોખરે છે તેમજ અમને કોવિડ પરીક્ષણના ક્ષેત્રમાં નવા માધ્યમ તરીકે આ સ્વદેશી વિકસિત પરીક્ષણ પદ્ધતિની સ્વીકાર્યતા માટે લોંચ પેડ પ્રદાન કરીને આત્મનિર્ભર ભારતને આગળ વધારવાની ખુશી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.