Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. કવોટાના ૯૦ ટકા બેડ ફુલ

પ્રતિકાત્મક

વેન્ટીલેટર વોર્ડમાં ૧૫૬ દર્દીઓ: ૩૨ બેડ ખાલી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની લહેર શરૂ થઈ ગઈ છે તથા છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ૧૪૦૦ જેટલા કેસ નોંધાયા છે જેના કારણે સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રી કરફયુ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની ગંભીરતા એ પરથી જ ખ્યાલ આવે છે કે ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. કવોટાના ૯૦ ટકા બેડ ભરાઈ ગયા છે.શહેરમાં સતત વધી રહેલા કેસના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની ક્ષમતા વધારવામાં આવી છે.

શહેરમાં કોરોનાના દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭ર ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે તથા ર૩૦૬ બેડ (પથારી)માં દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે. ઓકટોબર માસના અંત સુધી ખાનગી હોસ્પિટલોમાં પ૦ ટકા જેટલા બેડ ખાલી રહેતા હતા તથા આઈ.સી.યુ. વેન્ટીલેટર વોર્ડમાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટીને પપ જેટલી થઈ ગઈ હતી પરંતુ નવા વર્ષની શરૂઆતમાં જ કોરોના વિસ્ફોટ થયો છે તથા સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે. ૧૯ નવેમ્બરની સ્થિતીએ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. કવોટાના ર૩૦૬ બેડ પૈકી ર૧૪૦ બેડ ભરાઈ ગયા છે. મતલબ કે લગભગ ૯૩ ટકા બેડ પર દર્દીઓ સારવાર લઈ રહયા હતા તથા માત્ર ૬૬ બેડ જ ખાલી હતા. મ્યુનિ. કવોટાના આઈસોલેશન વોર્ડમાં ૮૧પ, એચ.ડી.યુ.માં ૮૦૭, આઈ.સી.યુ.માં ૩પ૮ તેમજ વેન્ટીલેટર વોર્ડમાં ૧૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે. વેન્ટીલેટર વોર્ડમાં ૧૭૬ પૈકી માત્ર ૧૬ બેડ જ ખાલી છે જયારે આઈ.સી.યુ.માં ૩૬૯માંથી માત્ર ૧૧ બેડ ખાલી છે. આ આંકડા પરથી કોરોના કેસની ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોમાં નવા ૪૦૦ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા બાદ મ્યુનિ. કવોટા બેડની પરિસ્થિતિ થાળે પડી છે. ર૦ નવેમ્બરની સ્થિતિએ ૭૬ ખાનગી હોસ્પીટલોના રપ૩૬ બેડ પૈકી ૨૨૭૫ બેડ ભરેલા છે. જયારે ૨૦૬૧ બેડ ખાલી છે. આમ, ૨૦ નવેમ્બરની સ્થિતિએ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટાના ૯૦ ટકા બેડ ભરાઈ ગયાં છે. મ્યુનિ.કોર્પાેરેશને નવા બેડ ઉપલબ્ધ કરાવ્યા બાદ પણ માત્ર બે ટકા બેડ જ વધુ ઉપલબ્ધ થયાં છે.

ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડમાં ૧૯ નવેમ્બરે ૮૧પ દર્દી હતા જે ર૦ નવેમ્બરે વધીને ૯૧૧ થયા છે તથા ૧પ૦ બેડ ખાલી છે જયારે એચ.ડી.યુ વોર્ડમાં ૧૪ અને આઈ.સી.યુ. વોર્ડમાં ર૧ દર્દીનો વધારો થયો છે. જયારે વેન્ટીલેટર વોર્ડમાં બેડની સંખ્યામાં વધારો થયા બાદ ૩ર બેડ ઉપલબ્ધ છે ૧૯ નવેમ્બરે ૧૬૦ દર્દી વેન્ટીલેટર પર હતા જયારે ર૦ નવેમ્બરે ૧પ૬ દર્દીઓ વેન્ટીલેટર વોર્ડમાં સારવાર લઈ રહયા છે. ૧૯ નવેમ્બરે વેન્ટીલેટર વોર્ડમાં કુલ ૧૭૬ બેડ હતા જયારે ર૦ નવેમ્બરે મ્યુનિ. કવોટા બેડની સંખ્યા વધારીને ૧૯૮ કરવામાં આવી છે.

શહેરમાં કોરોના વિસ્ફોટ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યુ છે તથા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પથારીની ક્ષમતા વધારવામાં આવી છે. રાજયના અધિક સચિવ અને ઓ.એસ.ડી. ડો. રાજીવ ગુપ્તાના જણાવ્યા મુજબ સિવિલ કેમ્પસમાં આવેલ કેન્સર અને કીડની હોસ્પિટલમાં મળી કુલ ૪૦૦ વધુ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સોલા સીવીલ હોસ્પિટલમાં પણ વધુ ૪૦૦ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાબરમતી, મોટેરા, ચાંદખેડાના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ૧૦૦ બેડ ઉપલબ્ધ થયા છે. જયારે જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પણ વધુ ૪૦૦ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.