Western Times News

Gujarati News

કોવિડ-૧૯ના મામલા ૯૦ લાખને પાર, છેલ્લા ચોવીસ કલાકમાં ૪૫,૮૮૨ નવા કેસ

Files Photo

નવીદિલ્હી, ભારતમાં એકવાર ફરીથી કોરોનાએ ગતિ પકડી લીધી છે. ગત કેટલાક સમયથી ધટાડા બાદ કોરોનાના નવા મામલામાં મોટો ઉછા જાેવા મળ્યો છે ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૪૫ હજારથી વધુ મામલા સામે આવ્યા છે આ પહેલા ગુરૂવારે પણ લગભગ ૪૫ હજારની સંક્રમિત મળ્યા હતાં ગત બે દિવસથી જે કોરોનાના નવા કેસ આવ્યા છે જયારે લગભગ અઢી મહીના બાદ છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ૪૫,૮૮૨ નવા મામલા સામે આવ્યા છે જેથી કોવિડ ૧૯ મામલાની કુલ સંખ્યા ૯૦,૦૪,૩૬૬ થઇ ગઇ છે. આ દરમિયાન ૫૮૪ લોકોના મોત નિપજયા છે.જેથી ભારતમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા ૧,૩૨,૧૬૨ પહોંચી ગઇ છે. હાલ દેશમાં એકિટવ કેસોની સંખ્યા ૪,૪૩,૭૯૪ છે જેમાં ૪૯૧ મામલાનો વધારો ગત ચોવીસ કલાક દરમિયાન આવ્યો છે.

જયારે કોરોના વાયરસ સંક્રમણથી ઠીક થનારા લોકોની વાત કરીએ તો ગત ૨૪ કલાકમાં ૪૪,૮૦૭ લોકો રિકવર થયા છે કુલ મળી અત્યાર સુધી ૮૪,૨૮,૪૧૦ લોકો કોરોના વાયરસથી સાજા થઇ ગયા છે. અહીં એ જરૂરી છે કે સતત ૧૨ દિવસમાં દેશમાં કોરોના વાયરસના રોજના કેસોનો આંકડો ૫૦ હજારથી ઓછો રહ્યો આ પહેલા સાત નવેમ્બરના રોજ મામલાની સંખ્યા ૫૦ હજારથી વધુ રહી હતી.

ભારતમાં સાત ઓગષ્ટને સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ,૨૩ ઓગષ્ટે ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખને પાર ચાલી ગઇ હતી. જયારે કુલ મામલા ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ ૧૧ ઓકટોબરે ૭૦ લાખ અને ૨૯ ઓકટોબરે ૮૦ લાખને પાર ચાલ્યા ગયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.