Western Times News

Gujarati News

WHOએ ચેતવણી આપી: રેમડેસિવિર દવા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી માટે નથી

દર્દી ગમે એવો ગંભીર બિમાર હોવા છતાં આ દવા યોગ્ય ન હોવાનો ડબલ્યુએચઓની પેનલના દાવાથી ખળભળાટ

નવી દિલ્હી,કોરોના વાયરસ તહેવારોના ટાણે લોકોની બેદરકારીના લીધે વકરી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૫,૮૮૨ દર્દીઓ નોંધાયા છે.આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. ડબલ્યુએચઓની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-૧૯ દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૮૮૨ નવા દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૪,૪૩,૭૯૪ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૮૪,૨૮,૪૧૦ દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના લીધે ૫૮૪ દર્દીઓ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૩૨,૧૬૨ પર પહોંચ્યો છે.

કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે અને દુનિયાભરના લોકો રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠનની એક પનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-૧૯ દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય. પેનલે કહ્યું કે એ વાતના કોઈ પૂરાવા નથી કે જેનાથી ખબર પડે કે આ દવાથી દર્દીની હાલાત સારી થાય છે. ગાઈડલાઈનમાં કહેવાયું છે કે પેનલને એવા પૂરાવાની કમી દેખાઈ, જેમાં એવું કહેવાયું હોય કે રેમડેસિવિરે મૃત્યુદર ઓછો કર્યો અથવા તો વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી કરી. આ ગાઈડલાઈન દવા માટે મોટો ઝટકો છે. રેમડેસિવિરે પ્રાથમિક પરીક્ષણ બાદ આ વર્ષે ઉનાળામાં કોવિડ-૧૯ માટે સંભવિત પ્રભાવી ઉપચાર તરીકે દુનિયાભરમાં ધ્યાન આકર્ષિત કર્યું અને કેટલાક વાયદા પણ દેખાડ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.