મોડાસા જિ. પંચાયતમાંથી નિવૃત્ત થયેલા નટુભાઈ પરમારનો સન્માન સમારોહ યોજાયો
બાયડની બાજુમાં આવેલી વૃંદાવન હોટલમાં મોડાસા જિલ્લા પંચાયતમાંથી નિવૃત્ત થયેલા આમોદરા ગામના વતની નટુભાઈ એસ.પરમારનો ભવ્ય સન્માન સમારોહ યોજાઈ ગયો.આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેકટરશ્રી આર.કે.રાઠોડ, અરવલ્લી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ ભામ્ભી અને કલોલ કોલેજના પ્રો.ડૉ. એચ.કે.સોલંકીએ દીપ પ્રાગટય કરી નિવૃત્તિમય જીવન તંદુરસ્ત અને સમાજ ઉપયોગી બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉપરાંત સમાજના આગેવાનો અને નટુભાઈ પરમારના પરિવારે હાજર રહી તેમના તંદુરસ્ત જીવન અને દીર્ઘ આયુષની શુભેચ્છાઓ પાઠવી ભેટ સોગાદ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું.આ પ્રસંગે એમના ભાઈ સ્વ.રાજેન્દ્રભાઈની દીકરી ઝીલ પરમારે પરિવાર માટેનાં નટુભાઈના બલિદાનો યાદ કરી પોતાના પિતાની ક્યારેય ખોટ પડવા દીધી નથી એમ કહી તેમના જીવનસંઘર્ષની વાત કરીને તંદુરસ્ત અને દીર્ઘાયુ માટેની પ્રાર્થના વ્યક્ત કરી હતી.