Western Times News

Gujarati News

યસ બેંકએ કો-બ્રાન્ડેડ પ્રીપેઇડ કાર્ડ પ્રસ્તુત કરવા નીઓક્રેડ સાથે પાર્ટનરશિપ કરી

મુંબઈ, યસ બેંકે નીઓક્રેડ ટેકનોલોજી સાથે પાર્ટનરશિપમાં ‘યસ બેંક નીયોક્રેડ કાર્ડ’ પ્રસ્તુત કર્યા છે. આ કાર્ડ કો-બ્રાન્ડેડ પ્રીપેઇડ કાર્ડ છે, જે કેશલેસ ચુકવણીને પ્રોત્સાહન આપશે. કાર્ડને કોર્પોરેટની તેમના કર્મચારીઓ માટે સેલેરી કાર્ડ કે એક્સપેન્સ કાર્ડની જરૂરિયાતોને અનુકૂળ પર્સનલાઇઝ કરી શકાશે. પ્રીપેઇડ કાર્ડ વિવિધ ક્ષેત્રોમાં નીઓક્રેડના કોર્પોરેટ પાર્ટનર્સને ઓફર કરવામાં આવશે, જેમાં હેલ્થકેર, નાણાકીય સંસ્થાઓ, NBFCs, ઓઇલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, FMCG અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે.

કાર્ડને બેલેન્સ સાથે લોડ કરી શકાશે તથા ખરીદી, યુટિલિટી બિલોની ચુકવણી, ઓનલાઇન શોપિંગ, ટિકિટ બુકિંગ અને એટીએમ પર રોકડ રકમ ઉપાડવા માટે ઉપયોગ કરી શકાશે. નીઓક્રેડ ખર્ચ પર કેશબેક, રિવોર્ડ, તાત્કાલિક ડિસ્કાઉન્ટ, બાય 1 ગેટ 1 ઓફર, ડાઇનિંગ અનુભવ ઓફર કરવા અને એરપોર્ટ લોંજની સુલભતા જેવા વિસ્તૃત કસ્ટમાઇઝ ફાયદા ઓફર કરશે.

આ પાર્ટનરશિપ પર યસ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિતા પાઈએ કહ્યું હતું કે, “અમને નીઓક્રેડ સાથે તેમના કસ્ટમાઇઝ પ્રોડક્ટ ઓફર લોંચ કરવા પાર્ટનરશિપ કરવા માટે વિશિષ્ટ ટેક-સક્ષમ પ્લેટફોર્મ પ્રદાન કરવા જોડાણ કરવાની ખુશી છે. બેંકની ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષમતા મુખ્ય વિશિષ્ટતા છે તથા અમે ફિન્ટેક અને અન્ય કંપનીઓ સાથે જોડાણ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમે જોડાણો દ્વારા ડિજિટલ બેંકિંગમાં અમારી લીડરશિપ મજબૂત કરવા અને અમારા ગ્રાહકોને અપેક્ષાથી વધારે સારી સેવાઓ પ્રદાન કરવા સતત પ્રયાસ કરીશું.”

આ લોંચ પર નીઓક્રેડના સ્થાપક અને ચીફ બિઝનેસ ઓફિસર રોહિત રેજીએ કહ્યું હતું કે, “યસ બેંકે વર્ષોથી વિવિધ ફિન્ટેકની વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – આ કારણે ફિન્ટેક અને કોર્પોરેટ અન્ય બેંકો કરતાં યસ બેંકને વધારે પ્રાધાન્ય આપે છે. અમને અમારા પ્લેટફોર્મ મારફતે મેનેજ થતી AUM રૂ. 300 કરોડને આંબી જવાની ધારણા છે તથા સૌથી ઓછા શક્ય TATS અને કમ્પ્લાયન્સ સાથે પોતાની માલિકીની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ લોંચ કરવાની ઇચ્છા અનેક કોર્પોરેટ, સ્ટાર્ટઅપ અને ફિન્ટેક ધરાવે છે.”

યસ બેંકે ઇશ્યૂ કરેલા નીઓક્રેડ કાર્ડના મુખ્ય ફાયદા:

–                 બેંકમાં ખાતું ખોલાવ્યાં વિના સરળતાપૂર્વક નોંધણી

–                 સુરક્ષિત સીક્યોરિટી પ્લેટફોર્મ્સ દ્વારા ઝડપી નાણાકીય વ્યવહાર

–                 રિયલ-ટાઇમ વિઝિબિલિટી સાથે વ્યવસાયના ખર્ચનો સાર આપે છે

–                 રિવોર્ડ અને પ્રમોશનલ પ્રોગ્રામ સાથે પ્રોત્સાહન

–                 ભોજન, ઇંધણ અને પ્રવાસ વગેરે માટે કાર્ડ વપરાશને પ્રોત્સાહન આપે છે

–                 ડાઇનિંગ, લાઇફસ્ટાઇલ અને ટ્રાવેલમાં ભારતમાં 25000થી વધારે મર્ચન્ટ પર તાત્કાલિક ડિસ્કાઉન્ટ ઓફર

–                 એરપોર્ટ લોંજની સુલભતા

–                 રોકડ વ્યવહારો ઘટાડે છે અને ગ્રાહકો માટે લૂઝ ચેન્જની મુશ્કેલી દૂર કરે છે

–                 સાધારણ ઉદ્દેશ માટે રિલોડેબલ કાર્ડ પર ગ્રાહકો માટે સરળ અને અસરકારક પેમેન્ટ સોલ્યુશન

–                 કાર્ડનો ઉપયોગ ખરીદી, યુટિલિટી બિલોની ચુકવણી, ઓનલાઇન ખરીદી, ટિકિટ બુકિંગ્સ અને એટીએમ પર રોકડ ઉપાડ માટે થઈ શકશે

–                 યુઝરને મોબાઇલ એપ્લિકેશનમાં બેલેન્સ અને છેલ્લો નાણાકીય વ્યવહાર જાણવાની સુવિધા મળવાથી સુવિધાજનક


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.