અમેરિકાના એક મોલમાં ગોળીબારથી ૮ જણા ઘાયલ
અમેરિકાના વિસ્કોન્સિન સ્થિત એક મોલમાં શુક્રવારે થયેલી ગોળીબારીમાં ઓછામાં ઓછા ૮ લોકો ઘાયલ થયા છે. પોલીસ અત્યાર સુધી શોધવામાં નિષ્ફળ રહી છે કે હુમલાવર કોણ હતો અને તેણે કયા ઇરાદે ગોળીબારી કરી. સ્થાનિક મેયર ડેનિસ મૈકબ્રાઇડના અનુસાર વિસ્કોન્સિનના મિલવોકીના મેફીલ્ડ શોપિંગ મોલમાં ત્યારે અફરાતફરી મચી ગઇ જ્યારે અચાનક ગોળીબારી થવા લાગી. આ ઘટનામાં અત્યાર સુધી ૮ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગોળીબારીમાં કોઇના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ગોળીબારી અંગે જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો, પરંતુ તે અપરાધીને પકડવામાં અસફળ રહી. લગભગ ૭૫ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગોળીબારીમાં ઘાયલ લોકોને સ્ટ્રેચર પર મોલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘણા લોકોએ જણાવ્યું કે ગોળીનો અવાજ સાંભળીને મોલના કર્મચારીઓ અને દુકાનદારોએ પોતાને અંદર બંધ કરી લીધા છે,
પરંતુ તમામ સુરક્ષિત છે, તો બીજી તરફ અન્ય વ્યક્તિએ કહ્યું કે મોલમાં કામ કરનાર તેની બહેનને ૧૫ રાઉન્ડ ગોળી ચલાવવાનો અવાજ સાંભળ્યો છે. પોલીસનું કહેવું છે કે લોકો સાથે વાતચીતના આધાર પર શૂટ્ર વિશે કેટલીક જાણકારી મળી છે. તેની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની આસપાસ છે. પોલીસે શૂટરની શોધખોળમાં રેડ પણ કરી રહી છે. આ ઉપરાંત આસપાસના તમામ સીસીટીવી ફંફોળવામાં આવી રહ્યા છે.