Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીર અંગે કેન્દ્રના નિર્ણયને અરવલ્લી ભાજપના કાર્યકરો દ્વારા મોડાસામાં આતશબાજી સાથે આવકાર

મોડાસા,  જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ મામલે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી આજરોજ મોડાસા ચાર રસ્તા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરીને તેમજ કાર્યકરોએ એક બીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.. મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે આ નિર્ણયને આવકારીને જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલે ઉપરાંત પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ,શહેર પ્રમુખ જગદીશભાઈ ભાવસાર સહિત કાર્યકર ભાઈ બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને આ ક્રાંતિકારી નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભારે ખુશી વ્યક્ત કરી હતી આ ઉપરાંત મોડાસામાં ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરી છાત્રોએ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારીને ખુશી વ્યક્ત કરી હતી અને પરસ્પર મીઠાઈ ખવડાવીને આ ઐતિહાસિક નિર્ણયને વધાવી લીધો હતો. મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા અને ગુજરાત અને દેશભરમાં લોકોએ આ ઐતિહાસિક નિર્ણયને ફટાકડા ફોડી આતશબાજી કરીને મો મીઠું કરાવીને વધાવી લઈ ભારે ખુશી વ્યક્ત કરી હતી.અને આ ક્રાંતિકારી નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજ અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહને ચોફેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.