ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયરને કોરોના થયો
વૉશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયરને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં એણે પોતાને ક્વોરંટાઇન કરી લીધો હતો.
ડોનાલ્ડના સેક્રેટરીએ કહ્યું કે આ અઠવાડિયાના આરંભે ડોનાલ્ડની તબિયત બગડી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં ડોનાલ્ડે જાતે ક્વોરંટાઇન અપનાવી લીધું હતું.
તાજેતરની પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક સભ્ય જો બાઇડન સામે ચૂંટણીમાં હારી ગયા હતા. પરંતુ તેમનો મૂડ જોતાં એ વ્હાઇટ હાઉસ ખાલી કરવા માગતા નથી એવું લાગતું હતું. એમણે કેટલાંક એવાં પગલાં લીધાં હતાં જેનાથી એવી છાપ પડતી હતી કે એ વ્હાઇટ હાઉસ છોડવા માગતા નથી.