માલપુરમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાના પૂતળાનું દહન
(પ્રતિનિધિ) બાયડ, સમગ્ર દેશમાં અનુ.જાતિ સમાજના લોકો સાથે આજે પણ ભેદભાવ ભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક ઇન્ટરવ્યૂ માં વાલ્મિકી સમાજ માટે અપમાનજનક શબ્દ વાપરતા સમગ્ર દેશમાં વાલ્મિકી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અરવલ્લી જીલ્લાના માલપુરમાં વાલ્મિકી સમાજે સોનાક્ષી સિંહા ના પૂતળાનું દહન કરી મામલતદારને આવેદનપત્ર આપી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવા માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો ભારે વિરોધ કરી માલપુરમાં પુતળાનું દહન કર્યું હતું. વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતના જણાવ્યા મુજબ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સિદ્વાર્થ કાને અનુ.જાતિ વિષે એક ઈન્ટરવ્યુંમાં જાતિ વિષયક આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. જાતિ વિષયક શબ્દોના આપત્તિજનક શબ્દોથી જિલ્લાના લોકોમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઇન્ટરવ્યૂ નો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઇને વાલ્મિકી સમાજના લોકોએ ઠેર ઠેર વિરોધ નોધાવ્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં અનુ.જાતિના લોકોએ સોનાક્ષા સિન્હા અને સિદ્વાર્થ ના પુતાળા દહન કરી વિરોધા નોધાવ્યો હતો. ત્યારબાદ આ અંગે મામલતદારને આવેદન પત્ર આપી બન્ને ફિલ્મ કલાકારો સામે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવાની માંગ કરી હતી.*