વિરપુરમા કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી
વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનુ સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે જેના પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્રમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણને અટકાવવા માટે લોકો હજુ પણ સાવચેતી દાખવી નથી રહ્યાં જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ માથું ઊંચક્યું છે
જોકે છેલ્લા પાંચ દિવસથી વિરપુર તાલુકામાં કોરોના ૨૫ જેટલા કેસો પોઝીટીવ આવી જતા વિરપુર સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું હતું અને માસ્ક પહેર્યા વગરના લોકો અને દુકાનદારો સામે વિરપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ વિરપુર ગ્રામ પંચાયત તલાટી કાયદેસરની કાર્યવાહી તેમજ દંડ વસુલતા તસ્વીરમાં નજરે પડી રહ્યા છે…