કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્રારા રવિવારે ઓનલાઈન સત્સંગ સભા યોજાશે
હાલના સમયમાં…. *“ ઘરમાં રહો, સ્વસ્થ રહો,આનંદમાં રહો” એ વિષય ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી પ્રવચન આપશે.
તા. રર – ૧૧ – ર૦ર૦ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા
રવિવારે રાત્રે ૮ – ૧૫ થી ૯ – ૦૦ વાગ્યા સુધી ઓનલાઈન સત્સંગ સભા યોજાશે.જેની અંદર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી “ ઘરમાં રહો, સ્વસ્થ રહો,આનંદમાં રહો” એ વિષય ઉપર પવચન આપશે.અને માસ્ક પહેરો,સોશિયલ ડીસ્ટન્સ જાળવો,લગ્ન આદિ પ્રસંગોમાં કે, ધાર્મિક કાયક્ર્મોમાં ભેગા ના થશો એ બાબતને ઘ્યાનમાં લેવા માટે સૌને નમ્ર અપીલ કરશે. અંતમાં મહંત સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે. આ સત્સંગ સભાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારણ કરવામાં આવશે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ