ધનસુરામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી
અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં કોરોના ના કેસ ને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા એ મુલાકાત લીધી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.જ્યાં કોરોના ના સર્વે અને કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી ધનસુરા માં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા એ ધનસુરા ની સોસાયટી ની મુલાકાત લીધી હતી અને કોરોના માં કેસ નોંધાયા હોય તે ઘર અને હોમક્વોરોન્ટાઈન થયેલ દર્દીઓને ત્યાં સર્વે અને અન્ય જરુરી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.આ સમયે ધનસુરા આરોગ્ય સ્ટાફ અને તાલુકા આરોગ્ય અધિકારી યોગેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ પુરોહિત. બાયડ