દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬૨૩૨ નવા મામલા નોંધાયા
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દૈનિક મામલામાં વધારો થઇ રહ્યો છે ગત ૨૪ કલાકમાં ૪૬,૨૩૨ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા ૯૦ લાખથી વધુ થઇ ગઇ છે.રાહતની વાત એ છે કે સક્રિય દર્દીઓની સંખ્યા સતત પાંચ લાખની નીચે બનેલ છે જયારે સંક્રમણમુત્ક થનારા દર્દીઓ ૮૪ લાખથી વધુ ગઇ ગયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૬,૨૩૨ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જયારે આ દરમિયાન દેશમાં ૫૪૬ દર્દીના આ ખતરનાક વાયરસના કારણે મોત નિપજયા છે દેશમાં સક્રમિતોની કુલ સંખ્યા વધી ૯૦,૫૦,૫૯૮ થઇ ગઇ છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં વાયરસને પરાજય આપનારા દર્દીઓની કુલ સંખ્યા ૮૪,૭૮,૧૨૪ થઇ ગયા છે.ગત ૨૪ કલાકમાં ૪૯,૭૧૫ દર્દીઓના કોરોના વાયરસના ઠીક થઇ હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા છે જયારે દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ૪,૩૯,૭૪૭ છે આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી ૧,૩૨,૭૨૬ લોકોના મોત નિપજયા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ આઇસીએમઆરે કહ્યું કે ૨૦ નવેમ્બર સુધી ૧૩,૦૬,૫૭,૮૦૮ નમુનાની તપાસ કરવામાં આવી છે જયારે ૧૦,૬૬,૦૨૨ કોરોના નમુનાની તપાસ ગઇકાલે કરવામાં આવી હતી.HS