લખનૌમાં સપા એમએલસી અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા
લખનૌ, ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં સમાજવાદી પાર્ટી વિધાન પરિષદ સભ્ય એમએલસી અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગયો છે એવી માહિતી છે કે રાકેશ નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે હઝરતગંજના લાપ્લાસ એપાર્ટમેન્ટમાં ગઇકાલે મોડી રાતે આ બનાવ બન્યો હતો જન્મ દિવસની પાર્ટી દરમિયાન ફલેટમાં ગોળી ચાલી હતી પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે.
અમિત યાદવ શાહજહાંપુરથી સપાના એમએલસી છે.પોલીસે આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે આ ગોળીબાર ગેરકાયદે ગનમાંથી કરવાાં આવ્યું હતું.પોલીસ એ પણ તપાસ કરી રહી હતી કે ગોળી ચાલી હતી ત્યારે ધારાસભ્ય ફલેટ પર હાજર હતાં કે નહીં કહેવાય છે કે દારૂના નશામાં આ બનાવ બન્યો હતો મૃતક યુવક ગોમતીનગરનો રહેવાસી છે ગન પણ તેની જ હતી. દારૂના નશામાં તેના એક સાથીએ ગન લીધી હતી અને ગોળી ચાલી હતી ગોળી રાકેશના ચહેરા પર લાગી હતી બાદમાં તેને હોસ્પિટલ લઇ જવાયો જયાં તેનું મૃત્યુ થયું.HS