નૌશેરામાં પાકિસ્તાને યુધ્ધવિરામનો ભંગ કર્યો, એક જવાન શહીદ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત જારી છે આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન સતત સંધર્ષ વિરામનો ભંગ કરી સૈન્ય ચોકીઓ અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે આ ગોળીબારમાં આજે એક જવાન શહીદ થયો છે.
રાજાૈરી જીલ્લાના નૌશેરા સેકટરમાં પાકિસ્તાન દ્વારા સંધર્ષ વિરામના ભંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે ગોળીબારીનો ભારતીય જવાનોએ પણ જોરદાર જવાબ આપ્યો હતો.આ પહેલા હીરાનગરમાં પાકિસ્તાની સૈનિકોએ રાતે કરોલ પંગા ભીકે ચક ચક સામાં પોસ્ટથી ગોળીબાર શરૂ કર્યો હતો જે સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ બીએસએફની કરોલ કૃષ્ણા મનિયારી સતપાલ પોસ્ટ અને તેની સાથે લાગેલ રહેણાંક વિસ્તારને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેનો બીએસએફના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો ગોળીબારીમાં કોઇ જાનહાનીના અહેવાલો નથી એ યાદ રહે કે પાકિસ્તાન સીમા પર ચાલી રહેલ સુરક્ષા નિર્માણ કાર્યને રોકવા માટે ગોળીબાર કરી રહ્યું છે આ સાથે જ આતંકીઓની ધૂષણખોરી કરવાની તાકમાં પણ છે.સાંબા સેકટરના બૈનગલાડ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન પણ જાેવા મળ્યા હતાં. ચક ફકીરા પોસ્ટની પાસે વધુ ઉંચાઇ પર ઉડતા ડ્રોનનો અવાજ સાંભળી અને લાઇટ જાેયા બાદ બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો. ૫૦૦ મીટર ભારતીય વિસ્તારમાં ઘુસી આવેલ ડ્રોન ગોળીબાર થવા પર પાકિસ્તાન પાછા ફર્યા હતાં જવાનોએ અભિયાન ચલાવ્યું છે.HS