અમે જમ્મુ કાશ્મીરના બંધારણ માટે લડતા રહીશું: મુફતી
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં ડીડીસીની ચુંટણી થવાની છે આ વચ્ચે રાજયની તમામ પાર્ટીઓ વચ્ચે થયેલા ગુપકાર કરારને લઇને અબ્દુલ્લા પરિવાર અને રાજયની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી સતત ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રીએ તાજેતરમાં જ ગુપકાર કરારમાં સામેલ પાર્ટીઓને ગુપકાર ગેંગ કહીને સંબોધિત કરી હતી અને તેમણે રાષ્ટ્ર વિરોધી ગણાવી હતી તેઓ તમામ મુદ્દાઓને લઇને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન મુફતીએ કહ્યું કે ભાજપના લોકોમાં અસંતોષ અને વાસ્તવિક મુદ્દાઓને ફગાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે આ વાસ્તવિક મુદ્દાઓથી હટાવવાની રણનીતિ છે. દેશ માટે તેમના શું દુરદર્શિતા છે જવાહર લાલ નહેરૂની પાસે વિઝન હતું તેમના પાસે કોઇ વિઝન નથી દુર્ભાગ્યથી વધુ પડતા મીડિયા ભાજપના પ્રોપગેન્ડાની વાત કરે છે જમ્મુ કાશ્મીરના બંધારણને લુંટવામાં આવ્યું છે.
ગુપકર કરારને લઇને મુફતીએ વધુમાં કહ્યું કે અમે તમામ મુખ્ય ધારાના દળ છીએ અને અમે જમ્મુ કાશ્મીરના બંધારણની રક્ષા કરવાના શપથ લઇ રાખ્યા છે.મારા પિતાએ તિરંગો લહેરાવ્યો હતો જયારે આ એક ટૈબુ થયા કરતું હતું અમે તેમનો બચાવ કરીશું.HS