બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે સંડોવાયેલ શખ્શને દબોચ્યો
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે. રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ચોરીની રીક્ષા સાથે ઝડપાયેલ બાયડના રડોદારા ગામનો નિરવગીરી ઉર્ફે જીગો સંજયગીરી ગોસ્વામી નામનો શખ્શ અમદાવાદમાં ૧૨ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૧ વાહનચોરીના ગુન્હામાં સંડોવાયેલો અને જામનગર જેલમાં પાસાની સજા જામનગર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા વાહનચોરીના રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. બાયડ પોલીસે માધવ કંપા નજીકથી બાયડ મસ્જીદ પાસેથી ચોરી કરેલ સીએનજી રીક્ષા (ગાડી. નં-ય્ત્ન ૩૧ઠ૧૫૧૯ ) સાથે પસાર થતા ૧) મનોજ કુમાર કિશોરભાઈ પરમાર (રહે,ડેમાઈ) ,૨) નિરવગીરી ઉર્ફે જીગો સંજયગીરી ગોસ્વામી (રહે,રડોદારા) અને ૩) વિજય બલુભાઈ પરમાર (રહે,દંતાલી, નવા મુવાડા ખેતરમાં, કપડવંજ) ની ધરપકડ કરી હતી રિક્ષાની ચોરી કરવા માટે બંને શખ્શોને નિરવગીરી ઉર્ફે જીગો સંજયગીરી ગોસ્વામી એ જણાવ્યું હોવાનું કબુલ્યું હતું નિરવગીરી ઉર્ફે જીગો ગોસ્વામીના રડોદારા ખાતેના ઘરેથી કઠલાલ ના છીપડી ગામેથી ચોરી કરેલ વધુ એક બાઈક મળી આવતા રિક્ષાની કીં.રૂ.૭૫૦૦૦ તથા બાઈકની કીં.રૂ.૧૦૦૦૦/- મળી કુલ.રૂ. ૮૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્શો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.*