સમર્પણ ધ્યાન એ પદ્ધતિ નહીં પણ સંસ્કાર છે: શીવકૃપાનંદ સ્વામી
(પ્રતિનિધિ)ભરૂચ, સમર્પણ ધ્યાનએ પદ્ધતિ નહીં પણ સંસ્કાર છે તેમ ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં સમર્પણ ધ્યાનયોગ ગુરુ તરીકે ખ્યાતિપ્રાપ્ત શીવકૃપાનંદ સ્વામીએ ભરૂચનાં આત્મીય સંસ્કારધામ ખાતે પત્રકારો સાતે વાર્તાલાપ દરમ્યાન કહ્યું હતું.
નવસારી ખાતે શીવકૃપાનંદ સ્વામી આશ્રમ ટ્રસ્ટ સહિત દેશ વિદેશમાં આશ્રમ અને ધ્યાન કેન્દ્રના સ્તાપક એવા શીવકૃપાનંદ સ્વામી સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા કહેવાય છે. ભરૂચમાં સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા “ગુરુ સાંનિધ્ય” અને રક્ષક વર્ષ-૨૦૧૯માં પોલીસ મિત્રો માટે કાર્યક્રમનું આયોજન કરાતા સ્વામી શીવકૃપાનંદે ભરૂચની મુલાકાત દરમ્યાન આત્મીયધામ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ કર્યાે હતો. પત્રકારો સાથેના વાર્તાલાપ દરમ્યાન સ્વામીએ ધ્યાન યોગ અંગે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે સમાજમાં ધ્યાનયોગની જે પદ્ધતિ છે તે શરીરથી શરીર સુધી જ્ઞાન આપવાની પદ્ધતિ છે. સમર્પણ ધ્યાન તેનાથી ભિન્ન છે. અહીં કોઈને કશું જ શીખવાડવાની વાત નથી. અહીં આપો આપ ધ્યાનનો આવિસ્કાર થાય છે. એટલે સમર્પણ ધ્યાન યોગએ પદ્ધતિ નહીં પણ સંસ્કાર છે. જેનું ધ્યેય એક જ છે.
અંદરા માનસને જાગ્રત કરવાનું. ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ માટે રક્ષક વર્ષ ૨૦૧૯ના ભાગરૂપે સમર્પણ ધ્યાનયોગની શિબિર હતી. પરંતુ પોલીસ પૂર અસરગ્રસ્તોના બચાવકાર્યમાં હોવાથી તેમનો કાર્યક્રમ રદ કરાયો હતો. દરમ્યાન પત્રકારો સાથે વાર્તાલાપ કરતા સ્વામીજીએ વસુધૈવ કુટુમ્બકમની કલ્પના માત્ર ધ્યાનના માધઅયમથી જ થઈ શકે તે વાત પર ભારમૂકી દેશમાં એકતા અને સમાનતા માટે વ્યક્તિના નામ પાછળથી અટક દૂર કરવી જાઈએ તેવો આગ્રહ વ્યક્ત કર્યાે હતો. જેના માટે તેમણે દેશના પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો હોવાનો ઉલ્લેખ કર્યાે હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં ભાષા, જાતિ અને ધર્મના કોઈ વિવાદ ન હોવા જાઈએ. ધ્યાનથી આપણી આસપાસ એક સકારાત્મક ઊર્જાનું આભા મંડળ તથા સુરક્ષા કવચનું નિર્માણ થતું હોવાનું જણાવી વ્યક્તિએ રોજ નિયમિત ૩૦ મીનિટ સુધી ધ્યાન કરવું જાઈએ તેવી અપીલ પણ તેમણે કરી હતી.*