બુધરાસણ ગામે આધેડની તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અપમૃત્યુના કેસના બનાવો વધી રહ્યા છે ત્યારે ભિલોડા તાલુકાના બુધરાસણ ગામે ૫ દિવસ અગાઉ ઘરેથી તેમના મોટા ભાઈના ઘરે જવાનું કહી રાત્રે ઘરેથી નીકળેલ આધેડની લાશ ગામના તળાવમાં થી મળી આવતા ભારે ચકચાર મચી હતી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
સ્થાનિક તરવૈયાઓએ આધેડની લાશ બહાર કાઢી હતી બુધરાસણ ગામના આધેડની લાશ તળાવમાંથી મળી આવતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પુનાજી અળખાજી ભગોરાની લાશ તળાવમાંથી મળી આવતા અનેક રહસ્યો સર્જાયા છે
બુધરાસણ ગામના પુનાજી અળખાજી ભગોરા (ઉં.વર્ષ-૫૭) તેમના પરિવાર સાથે રહે છે બુધવારે રાત્રે ૮ વાગ્યાના સુમારે ગામમાં જ રહેતા તેમના મોટા ભાઈ જીવાજી અળખાજી ભગોરાના ઘરે જવા નીકળ્યા બાદ ગુમ થઇ જતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથધરી હતી પણ આધેડનો કોઈ અત્તો-પતો લાગ્યો ન હતો ત્યારે રવિવારે સવારે ગામના તળાવમાં પુનાજી ભગોરાની લાશ પાણીમાં ફોગયેલ હાલતમાં જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
આ અંગેની જાણ પરિવારજનો ને થતા દોડી આવ્યા હતા અને ભારે રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી પુનાજી ભાગરોની લાશ તળાવમાંથી મળી આવતા આધેડનું મોત આકસ્મીક કે પછી હત્યા કે આત્મહત્યા કરી સહીત તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે ભિલોડા પોલીસે મૃતકના પુત્ર અનીલભાઈ પુનાજી ભગોરાની જાહેરાતના આધારે ગુન્હો નોંધી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી