ધનસુરામાં કોરોનાને લઈને વેપારી એસો. દ્વારા 3 દિવસ બજાર બંધ રખાયું
ધનસુરા વેપારી એસોસિએશન ધ્વારા વધી રહેલા કોરોના સંક્રમણ ને લઈને ધનસુરા બજાર 3 દિવસ બંધ નું એલાન કરવામાં આવ્યું હતું.દુકાનો,લારી,ગલ્લા ના વેપારી ઓ ધ્વારા શનિ,રવિ,સોમ બજાર બંધ રાખવામાં આવ્યા હતા.આ બંધમાં દૂધ અને મેડિકલ જેવી આવશ્યક સેવાઓ શરુ રખાઈ હતી.જેમાં વેપારીઓ અને લોકો એ સારો સાથ સહકાર આપ્યો હતો.વેપારી મંડળ એ જણાવ્યું હતું કે આજથી બજાર શરુ કરવામાં આવશે અને જો આગામી સમયમાં સંક્રમણ વધે તો બજાર બંધ રાખવા ની તૈયારી દર્શાવી હતી.આ 3 દિવસ બજાર બંધ રહેતા લોકો એ સારો સહકાર આપ્યો હતો.
હાલ લોકો હવે સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ જાળવવું,સાબુ અને સેનેટાઈઝર વડે હાથ ધોવા જેવી બાબતો નું ધ્યાન રાખવું.જેથી કોરોના સામે સુરક્ષિત રહી શકાય.ધનસુરા વેપારી એસોસિએશ ના પિયૂષભાઈ શાહ,મેહુલભાઈ શાહ,કિરીટભાઈ.એન.શાહ અને અગ્રણી અનિલભાઈ પટેલ એ જણાવ્યું હતું કે 3 દિવસ સ્વયંભૂ બંધ માં લોકોએ સારો સાથ સહકાર આપ્યો હતો.