Western Times News

Gujarati News

કોરોનાના સૌથી વધુ એકટીવ કેસોમાં મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત આઠમું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 રોગચાળામાં જનપ્રતિભાવ અને એને નિયંત્રણમાં રાખવાની તૈયારી અને રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. PM Shri Narendra Modi interacted with CM Gujarat Vijay Rupani and 7 other CMs of the states witnessing a sudden surge in COVID-19 cases post Diwali to review the situation and discuss the measures necessary to control the spread of Corona virus via video conferencing on Tuesday.)

તેમણે બેઠકમાં આઠ રાજ્યો પર વિશેષ ભાર મૂક્યો હતો. આ રાજ્યો હતાં – હરિયાણા, દિલ્હી, છત્તીસગઢ,  કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળ. આ બેઠક દરમિયાન કોવિડ-19 રસીની ડિલિવરી, વિતરણ અને વહીવટની પદ્ધતિની પણ ચર્ચા થઈ હતી. દેશમાં સૌથી વધુ કોરોનાના એકટીવ કેસો 8 રાજયોમાં છે, જેમાં ગુજરાતનો છેલ્લો એટલે કે 8 મો નંબર છે. જયારે મહારાષ્ટ્ર સૌથી પ્રથમ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશ રોગચાળાનો સામનો સહિયારા પ્રયાસો દ્વારા કરી રહ્યો છે તથા રિકવરીનો દર અને મૃત્યુદર એમ બંનેની દ્રષ્ટિએ ભારતમાં સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં સારી છે. તેમણે પરીક્ષણ વધારવા અને સારવારના નેટવર્ક વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીએમ કેર્સ ફંડનો સૌથી વધુ ઉપયોગ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે થયો છે.

તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન પેદા કરવાની દ્રષ્ટિએ મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને સ્વનિર્ભર બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે જાણકારી આપી હતી કે, 160થી વધારે નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.