હવખોરે દુષ્કર્મ કરી સાડીથી ટુંપો દઇ હત્યા કરી
હિંમતનગર: પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી પંદરેક દિવસ પહેલા મકાનના પાયામાં દાટી દેવાયેલી મીછાની મહિલાની લાશ મળી આવ્યા બાદ પ્રાંતિજ પોલીસે મૃતકની લાશની ઓળખ વિધિ કરીને વિજાપુરનો હવસખોર હત્યારાનેપણ પકડી લીધો બાદ હત્યારો દુષ્કર્મ આચરી મહિલા સાથે ઝઘડો થયા બાદ તેની જ સાડીથી ગળે ટૂંપો દઈને હત્યા કરી દીધા હતી અને લાશને મકાનના પાયામાં દાટી દીધાની કબુલાત કરી હતી.
ર૪ ઓક્ટોબરના રોજ રામપુરા ચોકડી નજીક બની રહેલ મકાનના પાયામાં દાટેલી ૪૦ થી ૪પ વર્ષની મહિલાની લાશ મળતા ગામના સરપંચ ભગવાનદાસ પૂંજાભાઈ પટેલે પ્રાંતિજ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે લાશનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ.
પ્રાંતિજ પીઆઈ પ્રહ્લાદસિહ વાઘેલાએ વિગત આપતા જણાવ્યુ હતુ કે મહિલાની ઓળખ માટે અનેક લોકો સાથે વાતચીત કરવા દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે મોછાની મહિલા મંગુબેન ઉર્ફે લીલાબેન અદરસિંહ ચૌહાણ અવારનવાર રામપુરા ચોકડી પાસે જાેવા મળતા હતા. જેના આધારે તેમના પતિને બોલાવી લાશના ફોટા બતાવતા હાથ પરના છુંદણા સહિતની બાબતોને આધારે લાશની ઓળખ થઈ શકી હતી