Western Times News

Gujarati News

લોન રીકવરી એજન્ટે વ્યક્તિને ઢોર માર માર્યો

આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, આનંદનગરમાં રહેતા એક વ્યક્તિએ ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી. જેનાં કેટલાંક હપ્તા ભર્યા બાદ તેની આર્થિક સ્થિતિ ખરાબ થતાં રૂપિયા ભરી શક્યો નહતો. જેને પગલે ખાનગી કંપનીનાં રીકવરી એજન્ટે તેને બેટ વડે મુઢમાર મારતાં વ્યક્તિએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જગદેવભાઈ રામસુંદર કોરી કૃષ્ણધામ આવાસ યોજના વેજલપુર ખાતે રહે છે. અને નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ૨૦૧૭માં ટાટા કેપીટલમાંથી પર્સનલ લોન લીધી હતી. જેનાં કેટલાંક હપ્તાં ભર્યા હતા. ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિ કથળતાં રૂપિયા ભરી શક્યા નહતા. જેની રીકવરી માટે સંજય દેસાઈ નામનો વ્યક્તિ તેમને ફોન કરતો તથા અવારનવાર ઘરે આવી ઉઘરાણી કરતો હતો.

સોમવારે પણ સંજય તેમનાં ઘરે આવ્યો ત્યારે જગદેવભાઈએ થોડો સમય આપો લોનનું સેટલમેન્ટ કરી લોન ભરી દઈશ તેમ કહેતાં સંજયે ગાળો બોલી તેમને બેટ વડે માર મારતાં ઈજાગ્રસ્ત બન્યા હતા. ઉપરાંત ઝપાઝપી દરમિયાન તે સીડીમાંથી પણ પડી ગયા હતા. આ ઘટનાને પગલે જગદેવભાઈએ સંજયભાઈ અને તેની સાથે આવેલાં શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.