બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું લૈંડ એટેક વર્જનનું સફળ પરીક્ષણ
નવીદિલ્હી, ભારતે આજે અંડમાન નિકોબાર ટાપુ સમૂહ ક્ષેત્રથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના લૈંડ એટેક વર્જનનું ટેસ્ટ કર્યું જે ખુબ સફળ રહ્યું મિસાઇલનું ટારગેટ ત્યાં હાજર એક અન્ય ટાપુ પર હતું. એ યાદ રહે કે ભારત ચીન અને પાકિસ્તાનની સાથે સીમા પર જારી તનાવની વચ્ચે પોતાની શક્તિમાં નફો કરવાાં લાગી છે.ભારત સતત ક્રુઝ અને વેલેસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે.જેમાં તેને સફળતા પણ મળી છે પહેલા જેટલા પરીક્ષણ પુરા વર્ષમાં થયા કરતા હતાં તેનાથી વધુ પરીક્ષણ ગત બે ત્રણ મહીનાની અંદર થઇ ચુકયા છે.
ભારતે ગત અઠવાડીયે ઓરિસ્સાથી ક્વિક રિએકશન સરફેસ ટુ એયર મિસાઇનું સફળ પરીક્ષણ કર્યું હતું આ ઇલેકટ્રોનિક કાઉટર સિસ્ટમથી સજજ છે આ એયરક્રાફટ રડારના જૈમરને માત આપવામાં સક્ષમ છે તેમાં યોગ્ય બળતણનો ઉપયોગ કરવામાં આવે છે આ મિસાઇલનું એક અઠવાડીયાની અંદર આ બીજુ સફળ પરીક્ષણ હતું. કહેવાય છે કે તેની મારક ક્ષમતા ૩૦ કિલોમીટરથી વઘુ છે.
ભારતીય વાયુસેનાના સુખોઇ ૩૦ લડાકુ વિમાને પણ તાજેતરમાં જ બ્રહ્મોસ સુપરસોનિરક મિસાઇલથી બંગાળની ખાડીમાં પોતાનો ટારગેટને નિશાન બનાવ્યું હતું આ ઓપરેશન માટે સુખોઇ વિમાને પંજાબના હલવારા એરબેસથી ઉડયન ભર્યું હતું સુખોઇ વિમાનનું દુર સુધી પહોંચને કારણે આ હિંદ મહાસાગર ક્ષેત્રના શાસક પણ કહેવામાં આવે છે આ સ્કવાડ્રન પણ બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલથી સજજ છે.HS