જાણીતા ટીવી અભિનેતા આશીષ રોયનું નિધન
મુંબઇ, ટીવી ઇન્ડસ્ટ્રીઝથી જાેડાયેલ ખુબ દુખલ અહેવાલો આવ્યા છે.નાના પડદાના જાણીતા સીનિયર અભિનેતા આશીષ રોયનું આજે નિધન થયું છે આશીષે ૫૫ વર્ષની ઉમરે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.આશીષ રોય ખુબ સમયથી બિમાર હતાં અને મુંબઇની જુહૂ હોસ્પિટલમાં દાખલ હતાં જાણકારોના જણાવ્યા અનુસાર કિડની ફેલ થવાને કારણે તેમનું નિધન થયું છે.
આશીષ લાંબા સમયથી બીમાર હતાં આ સાથે આર્થિક તંગીથી ઝઝુમી રહ્યાં હતાં લોકડાઉનમાં આશીષની તબિયત ખુબ ખરાબ થઇ ગઇ હતી અને પાઇ પાઇ માટે મજબુર થઇ ગયા હતાં આ વાતની માહિતી તેમણે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક દ્વારા આપી હતી આશીષે પોતાના પોસ્ટમાં કહ્યું હતું કે તે આઇસીયુમાં એડમિટ છે તેમને સારવાર માટે પૈસા જાેઇએ છે તેમની પુાસે પૈસા જમા હતાં તે ખતમ થઇ ચુકયા છે હવે તેમની પાસે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થવા સુધી માટે પૈસા નથી.
અભિનેતા આશીષ રોય સસુરાલ સિમર કા,બનેગી અપની બાત,બ્યમોકેશ બખ્શી યસ બોસ બા બહૂ અને બેબી જીની ઔર ઝુઝુ અને કુછ રંગ પ્યાર કે એસે ભી જેવા શોમાં કામ કરી ચુકયા છે. તેમના નિધનથી ટીવા કલાકારોએ શોક વ્યકત કરી શ્રઘ્ધાંજલિ અર્પિત કરી છે.HS