અભિનેત્રી કંગના રનૌતને રાહત, ધરપકડ પર વચગાળાની રોક
મુંબઇ, મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆરની વિરૂધ્ધ કંગના રનૌતની અરજી પર બોમ્બે હાઇકરોર્ટે મોટી રાહત આપી છે બંબઇ હાઇકોર્ટે અભિનેત્રી કંગના રનૌત અને તેની બેન રંગોલી ચંદેલની ધરપકડથી અંતરિમ રાહત આપી છે પરંતુ રાજદ્રોહના મામલામાં બંન્નેને આઠ જાન્યુઆરીએ મુંબઇ પોલીસની સામે હાજર થવું પડશે.
એ યાદ રહે કે કંગના અને તેની બેન રંગોલીએ સોમવારે બંબઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પોતાની વિરૂધ્ધ પોલીસ દ્વારા દાખલ એફઆઇઆરને રદ કરવાની વિનંતી કરી હતી જેના પર આજે સુનાવણી થઇ આ પ્રાથમિકી સોશલ મીડિયા પર પોસ્ટ દ્વારા સમાજમાં નફરત અને સાંપ્રદાયિક તનાવ પેદા કરવાના આરોપમાં દાખલ કરવામાં આવી છે.
કંગના અને રંગોલીને સોશય મીડિયા પર વાંધાજનક ટીપ્પણી કરવા સાંપ્રદાયિક તનાવ ઉશ્કેરવાના આરોપમાં પોલીસે પ્રાથમિકી દાખલ કરી પોલીસની સમક્ષ સોમવારે કે મંગળવારે હાજર થવા માટે સમન મોકલવામાં આવ્યું હતું જેની વિરૂધ્ધ કંગનાએ બમ્બે હાઇકોર્ટ કોર્ટમાં અરજી દાખલ કરી એળઆઇઆર રદ કરવાની માંગ કરી હતી.
કંગના અને રંગોલીને આ પહેલા ૨૬ અને ૨૭ ઓકટોબર તથા નવ અને ૧૦ નવેમ્બરે પોલીસની સમક્ષ હાજર થવા માટડે સમન મોકલવામાં આવ્યું હતું તેમણે પોતાના વકીલના માધ્યમથી કહ્યું હતું કે તે પોતાના ભાઇના લગ્ન માટે હિમાચલ પ્રદેશમાં ૧૫ નવેમ્બર સુધી વ્યસ્ત રહેસે.
એક સ્થાનિક અદાલતે તાજેતરમાં બાંન્દ્રા પોલીસને મામલા દાખલ કરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો પોલીસે સ્થાનિક અદાલતના આદેશ બાદ કંગના અને તેની બેનને સમન મોકલ્યું હતું પરંતુ બંન્ને બેન પોલીસની સમક્ષ હાજર થઇ ન હતી અને હાઇકોર્ટમાં એફઆઇઆરને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી.HS