Western Times News

Gujarati News

વેક્સિન માટેના ફંડિંગ અંગે બજેટમાં ફાળવણી કરાશે

નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની રસીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, આવામાં ભારતમાં કોરોના રસી કોને ક્યારે આપવી તે માટેનો રોડ મેપ પણ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ કોરોના વાયરસની રસી માટેનો ખર્ચો ભારતની વસ્તી પ્રમાણે જરાય સામાન્ય નહીં હોય ત્યારે ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી હતી. આ પછી અન્ય રાજ્યોની સરકારોએ પણ કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ પછી સ્વાસ્થ્ય મંત્રાલયે વિવાદનો અંત લાવાની કોશિશ કરવા માટે કહ્યું હતું કે કોરોનાની રસી બધાને મફતમાં મળશે. આમ છતાં કોંગ્રેસે આ પડકાર માટે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જેનો સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. કોરોનાની રસી મફતમાં આપવાની સરકારની જાહેરાત પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે કોરોનાની રસી કઈ રીતે સરકાર મફતમાં આપી શકશે. રાહુલ ગાંધીએ સરકારને કરેલા સવાલનો જવાબ પણ સરકારે આપ્યો છે.

રાહુલ ગાંધીએ કોરોના રસીના ડિસ્ટ્રીબ્યુશનથી લઈને તેના ખર્ચ અંગે સવાલ કર્યા હતા જેના પર મોદી સરકારના સ્વાસ્થ્ય મંત્રીએ જવાબ આપ્યો છે. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ફાઈઝરની રસીને રેસમાંથી બહાર ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર વેક્સીન નિર્માણ કરનારી કંપનીઓના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે વેક્સીન માટે પ્રાયોરિટી ગ્રુપ્સની ઓળખ કરવામાં આવી રહી છે, અને સૌથી પહેલા હેલ્થવર્કર્સને રસી આપવામાં આવશે. ડિસ્ટ્રીબ્યુશનના સવાલ પર તેમણે કહ્યું કે એક્સપર્ટ ગ્રુપે આખો પ્લાન બનાવી દીધો છે. વેક્સીન માટેના ફંડિંગ અંગે તેમણે જણાવ્યું કે, બજેટમાં તેનું અલોટમેન્ટ કરાશે.

તમામ ભારતીયોને ક્યાં સુધીમાં રસી મળશે તેના વિશે સ્વાસ્થ્ય મંત્રીએ કોઈ તારીખ નથી આપી પરંતુ તેમણે કહ્યું કે પહેલા પ્રાયોરિટી ગ્રુપ્સ, પછી ધીમે-ધીમે તમામ વસ્તીને રસી આપવામાં આવશે. રસીને લઈને થનારા રાજકારણની સંભાવનાને જોતા સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ કહ્યું કે, તમામ રાજ્યોની વસ્તી પ્રમાણે વેક્સીન આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય નેશનલ એક્સપર્ટ ગ્રુપનો ભાગ છે. ટેક્નોલોજી એક્સપર્ટ્‌સે સલાહ-સૂચનો કરીને ગ્રુપ પ્રાયોરિટી પર ડેટાબેઝ તૈયાર કરાઈ રહ્યો છે. હર્ષવર્ધને કહ્યું કે, “દબાણ કરીને કોઈને વેક્સીન આપવામાં નહીં આવે. અમે પહેલા હેલ્થવર્કર્સને કવર કરીશું પછી તમામ વસ્તીને અપાશે.” સરકાર સંપૂર્ણ રસીકરણ અભિયાનનો કંટ્રોલ પોતાના હાથમાં રાખી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.