Western Times News

Gujarati News

સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

નવી દિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં ૬ પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં ૧૬ પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૫૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૧.૪૧ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે ૬ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક એચપી પ્રાઈસ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.