દ્વારિકાધીશના અવતાર બાબા રામદેવજીની સમાધિના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા
(તસ્વીરઃ-બકોર પટેલ, મોડાસા)
અરવલ્લી-સાબરકાંઠા જ નહીં બલ્કે પુરા ગુજરાત અને દેશભરના ભક્તોના આસ્થાનું કેન્દ્ર રણુજાના યાત્રાધામમાં લાખો ભક્તોએ આજે જેઠની બીજે પણ સમાધિ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વર્ષ દરમિયાન જ્યાં કરોડો ભક્તો બાબના દર્શન,અર્ચન કરી અલૌકિક આનંદ ની અનુભૂતિ કરે છે તેવા રાજસ્થાનમાં પોકરણ નજીક આવેલા રણુજા યાત્રાધામનો મહિમા અનેરો છે.પોતાની મનોકામનાઓ પુરી થતા સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને રણુજા જતા ભક્તો કળિયુગના હાજરાહજૂર ભગવાન રામદેવજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે!!!
અનેક પરચા પુરીને દીન-દુખિયાના દુઃખ- દર્દ દૂર કરતા ભગવાન રામદેવજીનો મહિમા વધતો જ જાય છે..બાર બીજના ધણી તરીકે લોકો એમને ભજે છે તેવા રામદેવજી ને કોઈ રામાપીર તો કોઈ હિન્દવા પીર તરીકે પૂજે છે. જ્યાં હિન્દૂ,મુસ્લિમ અને શીખ-ઈસાઈ સૌ અહીં આવી માથું ટેકવે છે તેવા સમાધિ મંદિર રણુજામાં હવે ભક્તોની ભીડ રોજબરોજ વધતી જાય છે તેમાં પણ દરેક સુદ બીજે રણુજામાં નિયમિત જઈને સમાધીએ દર્શન કરતા ભક્તોથી રામદેવરામાં ભીડ જામેં છે..
દરવામાં અહીં પૂરો એક મહિનો ભવ્ય લોક મેળો યોજાય છે,જ્યાં અદ્દલ મીની કુંભમેળા જેવા દશ્યો સર્જાય છે. આવા રામદેવજીના બીજના દર્શનનો મોટો મહિમા હોઈ અરવલ્લી જિલ્લામાં પમ રામદેવજી મંદિરોમાં ભક્તોનો આજે મહેરામણ ઉંટયો હતો મોડાસાના મોટી ઇસરોલમાં રામદેવ ઉપાસક પૂ.હીરાદાદાના સાનિધ્યે ,મોડાસા પાસે દેવાયત પંડિતની ભુમિ દેવરાજ રામદેવ મંદિરે પૂ ધનગીરી મહારાજના સાન્નિધ્યે , રાજપુર (મહાદેવગ્રામ)ખાતે રણુજાધીશ ભગવાન રામદેવજીના મંદિરે પણ દર્શનનો અનેરો મહિમા હોઈ આજે બીજના દિવસે ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો..!!!*